Home Tech/Gadgets Realme Narzo 100x 5g India Launch Teaser

Realme Narzo 100x 5Gની ટૂંક સમયમાં થશે એન્ટ્રી! : ડ્યુઅલ રીઅર કેમેરા ડિઝાઇન સાથે ફોનનો ફર્સ્ટ લુક આવ્યો સામે

Realme Narzo 100x 5G
Image Credit: AI
Published by: Aryan Shah
Last Updated: Jul 09, 2026, 09:03 AM IST

Realme Narzo 100x 5G : ચીની સ્માર્ટફોન નિર્માતા Realme ભારતીય બજારમાં પોતાની Narzo સિરીઝને વધુ વિસ્તૃત કરવાની તૈયારીમાં છે. કંપનીએ સત્તાવાર રીતે આગામી Realme Narzo 100x 5Gનું ટીઝર જાહેર કર્યું છે, જેના પરથી સ્પષ્ટ થાય છે કે આ સ્માર્ટફોન ભારતમાં ટૂંક સમયમાં લોન્ચ થશે. હાલમાં કંપનીએ લોન્ચ તારીખ જાહેર કરી નથી, પરંતુ Realme Indiaની વેબસાઇટ પર ફોન માટે અલગ માઇક્રોસાઇટ લાઇવ કરવામાં આવી છે, જે તેના લોન્ચને નજીક હોવાનું સૂચવે છે. કંપનીએ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર પણ Narzo 100x 5Gની પ્રોમોશનલ તસવીર શેર કરી છે. ટીઝરમાં ફોનના પાછળના ભાગની ઝલક જોવા મળે છે, જેમાં લંબચોરસ આકારનું કેમેરા મોડ્યુલ, બે રીઅર કેમેરા સેન્સર અને LED ફ્લેશ જોવા મળે છે. સાથે જ "Non-Stop Power, Loading Soon!" ટેગલાઇનનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે લાંબી બેટરી લાઇફ તરફ સંકેત આપી શકે છે. જોકે કંપનીએ હજુ સુધી તેની બેટરી ક્ષમતા કે અન્ય ટેક્નિકલ વિગતોની સત્તાવાર પુષ્ટિ કરી નથી.

હાલ માત્ર ડિઝાઇનનો ખુલાસો, સ્પેસિફિકેશન્સ હજુ રહસ્ય

Realmeએ હાલમાં Narzo 100x 5Gના પ્રોસેસર, ડિસ્પ્લે, કેમેરા અથવા બેટરી વિશે કોઈ સત્તાવાર માહિતી જાહેર કરી નથી. તેથી સોશિયલ મીડિયા અથવા રિપોર્ટ્સમાં ફરતી માહિતીની હજુ સુધી કંપની તરફથી પુષ્ટિ કરવામાં આવી નથી. આગામી દિવસોમાં કંપની ધીમે ધીમે ફોનના મુખ્ય ફીચર્સ જાહેર કરે તેવી શક્યતા છે. ટીઝરમાં ફોન Gold અથવ Orange કલર ફિનિશમાં જોવા મળે છે અને કેમેરા રિંગની આસપાસ સર્ક્યુલર ડિઝાઇન એલિમેન્ટ પણ નજરે પડે છે, જે તેને અલગ લુક આપે છે. બજેટ અને મિડ-રેન્જ સેગમેન્ટમાં Realmeની Narzo સિરીઝને મળતી લોકપ્રિયતાને ધ્યાનમાં રાખીને કંપની આ મોડલને પણ આક્રમક કિંમતે રજૂ કરી શકે છે, જોકે કિંમત અંગે પણ હજુ કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

આ પણ ખાસ વાંચો : AIની દુનિયામાં Metaનો સૌથી મોટો દાવ! : ChatGPT, Gemini અને અન્ય AI પ્લેટફોર્મ્સ સામેની સ્પર્ધાને Muse Image આપશે નવી દિશા

Narzo 100 Lite 5G બાદ હવે નવી આવૃત્તિ

Realmeએ થોડા સમય પહેલાં ભારતમાં Realme Narzo 100 Lite 5G લોન્ચ કર્યો હતો. આ સ્માર્ટફોન 4GB+64GB, 4GB+128GB અને 6GB+128GB જેવા ત્રણ સ્ટોરેજ ઓપ્શનમાં ઉપલબ્ધ છે. તેમાં Frost Silver અને Thunder Black જેવા બે કલર વિકલ્પ આપવામાં આવ્યા છે. Narzo 100 Lite 5Gમાં 6.8-ઇંચની HD+LCD ડિસ્પ્લે, 144Hz રિફ્રેશ રેટ, MediaTek Dimensity 6300 પ્રોસેસર, 13mpનો મુખ્ય કેમેરો અને 5mpનો સેલ્ફી કેમેરો આપવામાં આવ્યો છે. ઉપરાંત તેમાં 7000mAhની મોટી બેટરી, 15W ચાર્જિંગ, બાયપાસ ચાર્જિંગ અને વેપર ચેમ્બર કૂલિંગ જેવા ફીચર્સ ઉપલબ્ધ છે. આ સ્પેસિફિકેશન્સ Narzo 100 Lite 5G માટે સત્તાવાર છે અને હાલમાં Narzo 100x 5G માટે તેની પુષ્ટિ કરવામાં આવી નથી.

ભારતીય બજારમાં વધશે સ્પર્ધા

ભારતીય સ્માર્ટફોન માર્કેટમાં બજેટ 5G સેગમેન્ટમાં સ્પર્ધા સતત વધી રહી છે. Realme, Redmi, Motorola, Vivo અને અન્ય બ્રાન્ડ્સ સતત નવા સ્માર્ટફોન લોન્ચ કરી રહી છે. Narzo 100x 5G સાથે Realme ખાસ કરીને એવા ગ્રાહકોને ટાર્ગેટ કરી શકે છે, જેઓ આકર્ષક ડિઝાઇન, 5G કનેક્ટિવિટી અને લાંબી બેટરી લાઇફ ધરાવતો સ્માર્ટફોન શોધી રહ્યા છે. હાલ માટે કંપનીએ માત્ર ફોનના આગમનની પુષ્ટિ કરી છે. આગામી દિવસોમાં તેની લોન્ચ તારીખ, સંપૂર્ણ સ્પેસિફિકેશન્સ, કિંમત અને ઉપલબ્ધતા અંગે વધુ માહિતી જાહેર થવાની અપેક્ષા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now