Home Sports Rcbs Fast Bowler Ruled Out For The Entire Season Before The Start Of Ipl

IPL ની શરૂઆત પહેલા RCB નો ફાસ્ટ બોલર આખી સીઝનમાંથી થયો આઉટ! : ટીમ ડિરેક્ટર મો બોબાટે કરી પુષ્ટિ, જાણો કારણ

IPL ની શરૂઆત પહેલા RCB નો ફાસ્ટ બોલર આખી સીઝનમાંથી થયો આઉટ!
Published by: Aryan Shah
Last Updated: Mar 24, 2026, 12:56 PM IST

Yash Dayal : IPL 2026 ની શરૂઆત પહેલા રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) માટે એક માઠા સમાચાર સામે આવ્યા છે. ટીમનો લેફટી સ્ટાર ફાસ્ટ બોલર યશ દયાલ આગામી આખી સીઝનમાંથી બહાર થઈ ગયો છે. આ ન્યૂઝ વિરાટ કોહલી અને રજત પાટીદારની ટીમ માટે મોટો ઝટકો માનવામાં આવી રહ્યા છે, કારણ કે ટીમ પહેલાથી જ કેટલાક ખેલાડીઓની ગેરહાજરી સામે ઝઝૂમી રહી છે.

ટીમ ડિરેક્ટરની પુષ્ટિ

IPL ની 19 મી સીઝન 28 માર્ચથી શરૂ થવા જઈ રહી છે. તે પહેલા RCBના હેડ ઓફ ક્રિકેટ મો બોબાટે સ્પષ્ટ કર્યું છે કે, ફાસ્ટ બોલર યશ દયાલ આ વર્ષે ટીમનો ભાગ નહીં હોય. બોબાટે જણાવ્યું કે, દયાલ હાલમાં કેટલાક અંગત કારણો અને મુશ્કેલીઓમાંથી પસાર થઈ રહ્યો છે, જેના કારણે તે આ સીઝનમાં રમી શકશે નહીં. જોકે, તે હજુ પણ RCB ના કોન્ટ્રાક્ટમાં યથાવત છે.

ટીમની વધી મુશ્કેલીઓ

RCB માટે આ ડબલ ઝટકો છે. ટીમનો મુખ્ય વિદેશી બોલર જોશ હેઝલવુડ પહેલેથી જ શરૂઆતની કેટલીક મેચો ગુમાવવાનો છે. હવે ડેથ ઓવર્સના સ્પેશિયાલિસ્ટ ગણાતા યશ દયાલના બહાર થવાથી બોલિંગ લાઇન-અપ નબળી પડી શકે છે. ગત સીઝનમાં દયાલે 13 વિકેટ ઝડપીને શાનદાર પટફોર્મન્સ કર્યું હતું. જોકે, RCB એ હજુ સુધી યશ દયાલના રિપ્લેસમેન્ટની જાહેરાત કરી નાથી.

ગંભીર કાનૂની આરોપો

યશ દયાલના બહાર થવા પાછળ ઈજા નહીં, પરંતુ ગંભીર કાનૂની ગૂંચવણો જવાબદાર હોવાનું મનાય છે. તેની સામે જયપુરમાં POCSO એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. ફરિયાદ મુજબ, તેના પર સગીરાના શોષણનો આરોપ છે. આ ઉપરાંત ગાઝિયાબાદમાં પણ લગ્નની લાલચ આપી શોષણ કરવાનો અન્ય એક કેસ ચાલી રહ્યો છે. જયપુરની કોર્ટે તેની જામીન અરજી પણ નકારી કાઢી છે.

અચાનક કરેલા લગ્ન

આ તમામ વિવાદોની વચ્ચે રિપોર્ટ્સ મળ્યા છે કે, યશ દયાલે 4 ફેબ્રુઆરીના રોજ નોઇડામાં તેની લોન્ગટાઇમ પાર્ટનર અને કન્ટેન્ટ ક્રિએટર શ્વેતા પુંડીર સાથે સાદગીથી લગ્ન કરી લીધા છે. આ લગ્ન ખૂબ જ ખાનગી રાખવામાં આવ્યા હતા. હાલમાં તે પોતાના પારિવારિક અને કાયદાકીય મામલાઓને કારણે ક્રિકેટના મેદાનથી દૂર રહેશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now