Home Entertainment Rashmika Mandanna Reaches In Laws With Vijay Deverakonda Takes Blessings Of Ancestors In Mosal Glorious Reception In Traditional Style

વિજય દેવરકોંડા સાથે સાસરે પહોંચી રશ્મિકા મંદાના : મોસાળમાં પૂર્વજોના લીધા આશીર્વાદ, પરંપરાગત અંદાજમાં થયું ભવ્ય સ્વાગત

વિજય દેવરકોંડા સાથે સાસરે પહોંચી રશ્મિકા મંદાના
Published by: OBS Bureau
Last Updated: Mar 06, 2026, 06:35 AM IST

Rashmika Vijay Wedding: 'નેશનલ ક્રશ' રશ્મિકા મંદાના હવે સત્તાવાર રીતે દેવરકોંડા પરિવારની વહુ બની ગઈ છે. લગ્ન બાદના વ્યસ્ત શેડ્યૂલ છતાં, વિજય અને રશ્મિકાએ પોતાના મૂળિયા અને સંસ્કારોને પ્રાથમિકતા આપી છે. વિજય રશ્મિકાને લઈને તેલંગાણામાં આવેલા પોતાના પૈતૃક ગામ થુમ્મનપેટ પહોંચ્યો હતો. અહીં રશ્મિકાનું તેના સાસરી પક્ષ દ્વારા પરંપરાગત રીતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ગામમાં આ સ્ટાર કપલને જોવા માટે લોકોની ભારે ભીડ ઉમટી પડી હતી.

પરિવારની પરંપરા મુજબ, વિજય અને રશ્મિકાએ સત્યનારાયણની પૂજામાં ભાગ લીધો હતો. આ ધાર્મિક વિધિ બાદ વિજય રશ્મિકાને તેના મોસાળ એટલે કે નાના-નાનીના ઘરે લઈ ગયો હતો. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી તસવીરોમાં જોઈ શકાય છે કે આટલા મોટા ગ્લોબલ સ્ટાર હોવા છતાં બંને ખૂબ જ સાદગીથી પરિવારના સભ્યો સાથે હળીમળી ગયા હતા. રશ્મિકાએ તેના સાસરી પક્ષના વડીલોના આશીર્વાદ લીધા હતા, જે જોઈને ચાહકોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.

रश्मिका-विजय

પૂર્વજોના સ્મૃતિ સ્થળે ટેકવ્યું માથું

વિજય દેવરકોંડાએ પોતાના નાના-નાનીના સ્મૃતિ સ્થળ (સમાધિ) પર રશ્મિકા સાથે જઈને માથું ટેકવ્યું હતું અને પૂર્વજોના આશીર્વાદ મેળવ્યા હતા. આ તસવીરોમાં વિજય ઓરેન્જ કલરની કેઝ્યુઅલ ટી-શર્ટ અને પેન્ટમાં જોવા મળ્યો હતો, જ્યારે રશ્મિકા લાઈટ બ્લુ કલરની સિલ્ક સાડીમાં અત્યંત સુંદર લાગી રહી હતી. સાડીમાં રશ્મિકાનો આ દેશી અવતાર સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થઈ રહ્યો છે.

रश्मिका-विजय

સાસુ અને વહુ વચ્ચેની ખાસ બોન્ડિંગ

વાયરલ થયેલી ફેમિલી ફોટોઝમાં વિજયની માતા માધવી દેવરકોંડા તેમની વહુ રશ્મિકાની બાજુમાં ઉભેલા જોવા મળ્યા હતા. તસવીરો જોઈને સ્પષ્ટ થાય છે કે રશ્મિકાનું તેના સાસરામાં ખૂબ જ પ્રેમથી સ્વાગત કરવામાં આવ્યું છે. વિજયના મામાના પરિવારે પણ આ નવદંપતી પર હેત વરસાવ્યું હતું.

रश्मिका-विजय

ચાહકો થયા કપલની સાદગી પર ફિદા

રશ્મિકા અને વિજયને આ રીતે જમીન સાથે જોડાયેલા અને સંસ્કારી જોઈને ચાહકો સોશિયલ મીડિયા પર તેમના ખૂબ વખાણ કરી રહ્યા છે. ચાહકોનું માનવું છે કે આટલા મોટા સુપરસ્ટાર હોવા છતાં બંને પોતાની સંસ્કૃતિ અને વડીલો પ્રત્યેનો આદર ભૂલ્યા નથી. લોકો કોમેન્ટ કરી રહ્યા છે કે, "આ જોડી સાચા અર્થમાં આદર્શ છે, જેઓ સફળતાના શિખરે પહોંચીને પણ પોતાના પૂર્વજોને યાદ રાખે છે."

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now