Home Entertainment Rashmika Mandanna Mother Leaked Audio Actress Warns Of Legal Action

Rashmika Mandanna Old Audio Chat Viral : 8 વર્ષ જૂની ઓડિયો ચેટ વાયરલ થતાં અભિનેત્રી રશ્મિકા મંદાનાએ આપી ચેતવણી

Rashmika Mandanna Old Audio Chat Viral
Published by: OBS Bureau
Last Updated: Mar 13, 2026, 11:37 AM IST

Rashmika Mandanna Mother Leaked Audio Chat : ફિલ્મી સિતારાઓ હંમેશા કોઈકને કોઈક રીતે ચર્ચામાં રહેતા હોય છે. જો તેમની ફિલ્મ આવતી હોય તો તેના પ્રમોશન અને તેના રોલને લઈને તેઓ ચર્ચામાં રહેતા હોય છે. અથવા તો ફિલ્મ અંગે કોઈ કોન્ટ્રોવર્સી થાય તો પણ તેઓ ચર્ચામાં આવતા હોય છે. સોશિયલ મીડિયાના દૌરમાં સૌ કોઈ માટે હવે ચર્ચામાં રહેવું સાવ સરળ બની ગયું છે. એવામાં સાઉથની એકટ્રેસ પણ અચાનક ચર્ચામાં આવી છે. અમે વાત કરી રહ્યાં છીએ પુષ્પા ફેમ રશ્મિકા મંદાનનાની. જે તેની 8 વર્ષ જૂની ઓડિયો ચેટ વાયરલ થતા ચર્ચામાં આવી છે. દક્ષિણ ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી Rashmika Mandanna હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી એક જૂની ઓડિયો ક્લિપને લઈને ભારે ચર્ચામાં છે. આ ઓડિયો અંગે અભિનેત્રીએ કડક પ્રતિક્રિયા આપી છે અને તેને પોતાની પ્રાઇવેસીનું ગંભીર ઉલ્લંઘન ગણાવ્યું છે. સાથે જ તેને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સને 24 કલાકમાં આ કન્ટેન્ટ હટાવવા અલ્ટીમેટમ આપ્યું છે.

કોલમાં શું વાત હતી?

રિપોર્ટ્સ મુજબ, વાયરલ થતી ઓડિયો ક્લિપ આશરે 8 વર્ષ જૂની હોવાનું કહેવાઈ રહ્યું છે. આ ઓડિયો ત્યારેનો હોવાનું કહેવામાં આવે છે જ્યારે Rashmika Mandanna અને Rakshit Shetty વચ્ચે સગાઈ તૂટી ગઈ હતી. આ ઓડિયોમાં અભિનેત્રી અને તેની માતા સુમન મંદાના વચ્ચે થયેલી અંગત વાતચીતનો એક ભાગ હોવાનું કહેવામાં આવે છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી આ ક્લિપમાં બંને પરિવારો વચ્ચે થયેલા મતભેદો અંગે ચર્ચા થતી હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. ઓડિયોમાં એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, Rakshit Shetty ના પરિવાર તરફથી અભિનેત્રી પર લગ્ન પછી એક્ટિંગ છોડવા માટે દબાણ બનાવવામાં આવ્યું હતું. આ ઉપરાંત સગાઈ તૂટવાના સમયે બંને પરિવારો વચ્ચે થયેલી ચર્ચા અને માફી માંગવાની વાતનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હોવાનું કહેવાય છે.

અંગત વાતચીતને કોઈની મંજૂરી વગર રેકોર્ડ કરવીએ પ્રાઇવેસીનું ઉલ્લંઘન છે

આ મુદ્દે અભિનેત્રીએ પોતાના સત્તાવાર સોશિયલ મીડિયા એકાઉન્ટ પર લાંબી પોસ્ટ શેર કરી છે. પોસ્ટમાં Rashmika Mandanna એ લખ્યું કે, છેલ્લા 24 કલાકમાં જે કંઈ બન્યું છે તે ખૂબ નિરાશાજનક છે અને તેને અવગણવું શક્ય નથી. તેણીએ જણાવ્યું કે, 8 વર્ષ જૂની એક અંગત વાતચીતને કોઈની મંજૂરી વગર રેકોર્ડ કરવી અને તેને જાહેર રીતે ફેલાવવી સંપૂર્ણ રીતે પ્રાઇવેસીનું ઉલ્લંઘન છે.

આ પ્રકારના કન્ટેન્ટ પર કાનૂની કાર્યવાહી થશે

અભિનેત્રીએ વધુમાં કહ્યું કે, લોકો માત્ર વ્યૂઝ અને લાઇક્સ માટે કોઈની વ્યક્તિગત જિંદગીમાં દખલ કરે છે, જે ખૂબ જ દુઃખદ છે. તેણીએ સ્પષ્ટ કર્યું કે, આ પ્રકારની સામગ્રી તરત જ હટાવવામાં નહીં આવે તો કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. હાલમાં આ મામલો સોશિયલ મીડિયા પર ભારે ચર્ચાનો વિષય બન્યો છે. ઘણા ચાહકો અભિનેત્રીના સમર્થનમાં ઊભા રહ્યા છે અને વ્યક્તિગત જીવનનો સન્માન કરવાની અપીલ કરી રહ્યા છે. બીજી તરફ કેટલાક લોકો આ મામલે વધુ સ્પષ્ટતા માંગતા જોવા મળી રહ્યા છે. આ સમગ્ર વિવાદ પછી ફરી એકવાર સેલિબ્રિટીઝની પ્રાઇવેસી અને સોશિયલ મીડિયા પર ફેલાતી અપ્રમાણિત સામગ્રી અંગે ચર્ચા શરૂ થઈ છે. હવે જોવાનું રહેશે કે, આ મામલે આગળ શું પગલાં લેવામાં આવે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now