Home Entertainment Ranveer Singhs Dhurandhar Earns 58 Crore In Two Days

રણવીર સિંહની ‘Dhurandhar' બની ધમાકો! : માત્ર 2 દિવસમાં બધા રેકોર્ડ તહસનહસ, 100 કરોડ ક્લબથી ફક્ત એક પગલું દૂર!

રણવીર સિંહની ‘Dhurandhar' બની ધમાકો!
Published by: OBS Bureau
Last Updated: Dec 07, 2025, 05:06 AM IST

Dhurandhar: આદિત્ય ધર દિગ્દર્શિત જાસૂસી એક્શન થ્રિલર ‘Dhurandhar’ એ બોક્સ ઓફિસ પર આવતાંની સાથે જ તબાહી મચાવી દીધી છે. રણવીર સિંહની આ વિસ્ફોટક ફિલ્મે માત્ર પ્રથમ બે દિવસમાં જ ભારતમાં અંદાજે ₹57-59 કરોડની ધમાકેદાર કમાણી કરી નાખી છે અને 100 કરોડ ક્લબના દરવાજે ઊભી છે.

શુક્રવાર (પહેલો દિવસ): અંદાજે ₹27-28 કરોડ

શનિવાર (બીજો દિવસ): ₹31 કરોડ (પ્રારંભિક અંદાજ)

કુલ (2 દિવસ): ₹58 કરોડ (નેટ ઇન્ડિયા)

પહેલા વીકેન્ડમાં જ ₹95-100 કરોડની નજીક પહોંચી જશે

શનિવારે ફિલ્મે શુક્રવારની સરખામણીએ લગભગ 15-20%નો જબરદસ્ત જમ્પ લીધો છે. દિવસભરની ઓક્યુપન્સી પણ શાનદાર રહી – સવારના શોથી લઈને નાઈટ શો સુધી દર્શકોની ભારે ભીડ જોવા મળી. હિન્દી વર્ઝનની એવરેજ ઓક્યુપન્સી 39.63% રહી, જેમાં રાત્રિના શોમાં 63.16% સુધી પહોંચી ગઈ. સકારાત્મક રિવ્યૂઝ, મજબૂત વર્ડ-ઓફ-માઉથ અને રવિવારના વીકેન્ડનો ફાયદો જોતા ટ્રેડ એનાલિસ્ટ્સનું માનવું છે કે ‘Dhurandhar’ રવિવારે ₹35-40 કરોડની વચ્ચે કમાણી કરીને પહેલા વીકેન્ડમાં જ ₹95-100 કરોડની નજીક પહોંચી જશે અને સોમવારે સવારે જ 100 કરોડ ક્લબમાં ધડાકાભેર એન્ટ્રી મારશે! આ સાથે જ રણવીર સિંહની કરિયરની ટોપ-10 હાઈએસ્ટ ગ્રોસર લિસ્ટમાં પણ મોટો ઉથલપાથલ થવાની શક્યતા છે.

સૌથી ઝડપી100 કરોડ ક્લબ એન્ટ્રીનો રેકોર્ડ

હાલ 10મા સ્થાને રહેલી તેમની ફિલ્મ ‘બેફિક્રે’ (₹60.23 કરોડ લાઈફટાઈમ) ને ‘ધુરંધર’ પહેલા જ વીકમાં પછાડી દેશે તે લગભગ નક્કી છે. બોક્સ ઓફિસ પર ધૂમ મચાવનારી આ ફિલ્મ હવે રણવીર સિંહની સૌથી મોટી ઓપનર અને સૌથી ઝડપી100 કરોડ ક્લબ એન્ટ્રીનો રેકોર્ડ પોતાના નામે કરવા તૈયાર છે! ધુરંધર જબરદસ્ત છે… અને હજી તો શરૂઆત છે!

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now