Home Entertainment Ranveer Singh Regrets Mimicry In Kantara Apologizes Publicly

‘Kantara’ની મિમિક્રીથી રણવીર સિંહને પસ્તાવો : ભારે ટ્રોલિંગ બાદ જાહેરમાં માંગી માફી

‘Kantara’ની મિમિક્રીથી રણવીર સિંહને પસ્તાવો
Published by: OBS Bureau
Last Updated: Dec 02, 2025, 09:04 AM IST

Ranveer Singh apologizes: બોલિવૂડ અભિનેતા રણવીર સિંહે ગોવામાં યોજાયેલા 56મા આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ (IFFI)ના સમાપન સમારોહમાં ઋષભ શેટ્ટીની સુપરહિટ ફિલ્મ ‘Kantara’ના આઇકોનિક દૈવ્ય સિક્વન્સનું સ્ટેજ પર અનુકરણ કર્યું હતું. આ દરમિયાન તેમણે પવિત્ર ચામુંડા દેવીનો ઉલ્લેખ કરીને તેની તુલના ‘સ્ત્રી ભૂત’ સાથે કરી, જેના કારણે સોશિયલ મીડિયા પર ભારે વિવાદ ઊભો થયો અને અભિનેતાને ટ્રોલિંગનો સામનો કરવો પડ્યો.

આ ઘટનાને લઈને હિન્દુ જનજાગૃતિ સમિતિએ (HJS) રણવીર સિંહ વિરુદ્ધ પોલીસ ફરિયાદ પણ નોંધાવી છે. સંગઠનનું કહેવું છે કે અભિનેતાએ ચામુંડા દેવીનું ખોટું ચિત્રણ કરીને હિન્દુ ધર્મની લાગણીઓને ઠેસ પહોંચાડી છે.

લાંબી પોસ્ટ લખીને માફી માંગી

વિવાદ વકર્યા બાદ રણવીર સિંહે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર લાંબી પોસ્ટ લખીને માફી માંગી છે. તેમણે લખ્યું,“મારો હેતુ એક અભિનેતા તરીકે ઋષભના શાનદાર અભિનયને ઉજાગર કરવાનો હતો. હું જાણું છું કે અભિનયના આ સ્તરને પ્રાપ્ત કરવા માટે કેટલી મહેનત કરવી પડે છે. હું તેના માટે તેમને બિરદાવું છું. હું મારા દેશની દરેક સંસ્કૃતિ, પરંપરા અને શ્રદ્ધાનો આદર કરું છું. જો મેં કોઈની લાગણીઓને ઠેસ પહોંચાડી હોય, તો હું તમારા બધાની માફી માંગુ છું.”

mrunal (1)

Dhurandhara પર અસર

આ વિવાદ વચ્ચે રણવીર સિંહની મોટી ફિલ્મ ‘ધુરંધર’ આવતી 5 ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. ફિલ્મમાં સંજય દત્ત, આર. માધવન, અક્ષય ખન્ના અને અર્જુન રામપાલ પણ મહત્વના રોલમાં છે. હવે જોવાનું એ રહેશે કે આ વિવાદ તેમની ફિલ્મના બોક્સ ઓફિસ પર્ફોર્મન્સ પર કેટલો અસર કરે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now