Home Entertainment Ranveer Singh Banned By Fwice Over Don 3 Controversy

રણવીર સિંહ પર ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં બૅન: 'Don 3' વિવાદ નડ્યો : ફરહાન અખ્તરની ફરિયાદ બાદ FWICE એ લીધો મોટો નિર્ણય

Ranveer Singh banned from film industry: 'Don 3' controversy rages on
Published by: Vaishnavi Pathak
Last Updated: May 26, 2026, 04:54 AM IST

શું છે 'Don 3' નો આખો વિવાદ?

ફિલ્મમેકર અને એક્ટર ફરહાન અખ્તરે વર્ષ 2023 માં રણવીર સિંહ સાથે 'Don 3' ફિલ્મની સત્તાવાર જાહેરાત કરી હતી. અમિતાભ બચ્ચન અને શાહરૂખ ખાન બાદ રણવીર આ ફ્રેન્ચાઇઝીનો નવો ડોન બનવાનો હતો. રિપોર્ટ્સ અનુસાર, આ ફિલ્મનું શૂટિંગ વર્ષ 2025 માં શરૂ થવાનું હતું.

પરંતુ શૂટિંગ શરૂ થવાના થોડા દિવસો પહેલા જ રણવીર સિંહે અચાનક આ પ્રોજેક્ટ છોડી દીધો. મેકર્સનો આરોપ છે કે રણવીર સ્ક્રિપ્ટમાં દખલગીરી કરીને ફિલ્મમાં વધુ હિંસક દ્રશ્યો ઉમેરવાની માંગ કરી રહ્યા હતા, જેના પર સહમતી ન સધાતા તેમણે ફિલ્મ છોડી દીધી. ફરહાન અખ્તરની કંપની એક્સેલ એન્ટરટેઈનમેન્ટે પ્રી-પ્રોડક્શન અને વિલંબના કારણે થયેલા ભારે નુકસાન બદલ પ્રોડ્યુસર્સ ગિલ્ડમાં ફરિયાદ કરી Rs 40 કરોડના વળતરની માંગ કરી હતી. આમિર ખાને પણ આ મામલે મધ્યસ્થી કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ કોઈ ઉકેલ આવ્યો નહીં.

FWICE નો મોટો નિર્ણય: ઇન્ડસ્ટ્રીને અસહકારનો આદેશ

ફરહાન અખ્તરની ફરિયાદ બાદ FWICE એ સોમવારે એક કટોકટી બેઠક યોજીને રણવીર સિંહ વિરુદ્ધ 'નોન-કોઓપરેશન' (અસહકાર) નો આદેશ જાહેર કર્યો છે. ફેડરેશનના મુખ્ય સલાહકાર અશોક પંડિતે જણાવ્યું કે, "શૂટ શરૂ થવાના માત્ર 10 દિવસ પહેલા કોઈ પ્રોજેક્ટમાંથી આ રીતે પાછા હટી શકાય નહીં. અમે ઇન્ડસ્ટ્રીને આ રીતે બરબાદ થવા દઈશું નહીં." આ આદેશ બાદ સમગ્ર ફિલ્મ ઇન્ડસ્ટ્રીના પ્રોડ્યુસર્સ અને વર્કર્સને રણવીર સિંહ સાથે કામ ન કરવા માટે કડક સૂચના આપવામાં આવી છે.

રણવીર સિંહની ટીમનો દાવો

બીજી તરફ, રણવીર સિંહના પ્રવક્તાએ આ મામલે સત્તાવાર નિવેદન જાહેર કરીને જણાવ્યું છે કે, રણવીર ફિલ્મ ઇન્ડસ્ટ્રી અને 'Don' ફ્રેન્ચાઇઝીનું દિલથી સન્માન કરે છે. આ વિવાદ પર તેમણે સમજી-વિચારીને મૌન રાખ્યું છે અને તેઓ અફવાઓને પ્રોત્સાહન આપવા નથી માંગતા. તેમનું પૂરું ધ્યાન હાલમાં તેમના આગામી પ્રોજેક્ટ્સ પર જ કેન્દ્રિત છે.

રણવીરની કઈ ફિલ્મો પર પડશે અસર?

આ પ્રતિબંધના કારણે રણવીર સિંહની આગામી ઘણી મોટી ફિલ્મો મુશ્કેલીમાં મુકાઈ શકે છે, જેમાં નીચેના પ્રોજેક્ટ્સ સામેલ છે:

  • King (શાહરૂખ ખાનની ફિલ્મમાં સ્પેશિયલ કેમિયો)

  • કિયારા અડવાણી સાથેની નવી ફિલ્મ

  • સંજય લીલા ભણસાલીની મહત્વાકાંક્ષી ફિલ્મ Baiju Bawra

બોલિવૂડના 90% ટેકનિશિયનો, જુનિયર આર્ટિસ્ટો અને ક્રૂ મેમ્બર્સ આ જ ફેડરેશન (FWICE) સાથે જોડાયેલા હોવાથી, તેઓ રણવીરના સેટ પર કામ કરવાની ના પાડી શકે છે. જ્યાં સુધી આ વિવાદનો કોર્ટ કે એસોસિએશન દ્વારા કાયમી ઉકેલ નહીં આવે, ત્યાં સુધી નવા પ્રોડ્યુસર્સ માટે રણવીર સાથે ફિલ્મ શરૂ કરવી અશક્ય બની જશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now