Home Entertainment Ranveer Deepika Killer Look Cousins Marriage

કઝિનના લગ્નમાં બાજીરાવ-મસ્તાનીનો અદભૂત લૂક : પાવર કપલની જોરદાર તસવીરો

કઝિનના લગ્નમાં બાજીરાવ-મસ્તાનીનો અદભૂત લૂક
Published by: OBS Bureau
Last Updated: Jan 18, 2025, 04:20 AM IST

 બોલિવૂડનું પાવર કપલ રણવીર સિંહ અને દીપિકા પાદુકોણને ફરી એકવાર ચર્ચામાં આવ્યા. 8 સપ્ટેમ્બર, 2024ના રોજ તેમની દીકરીના જન્મ પછી, બંને ભાગ્યે ફંક્શન્સમાં જોવા મળે છે. પરંતુ, હવે આ કપલે તેમના કઝિન ભાઈના લગ્નમાં સ્ટાઇલિશ એન્ટ્રી કરીને તમામ લાઈમલાઈટ તેમની તરફ ખેંચી લીધી હતી. બંને વેન્યુ પર રોયલ સ્ટાઈલમાં જોવા મળ્યા. રણવીર સિંહ દીપિકાનો હાથ પકડીને કાર તરફ લઈ જતા કેમેકામાં કેદ થયા. જ્યારે દિપીકા વાળમાં ગજરા સાથે દુલ્હનથી ઓછી નહોતી દેખાતી. દિપીકાના ચહેરા પર નવી મમ્મીની ચમક હજુ પણ સ્પષ્ટ દેખાય છે. તો શેરવાનીમાં રણવીરની સ્ટાઈલ પણ રાજા મહારાજાથી ઓછી નહોતી.


રણવીરે એક કુર્તાની ઉપર ગોલ્ડન બોર્ડર વાળુ જેકેટ પહેર્યુ હતું. તેના પર સુંદર ભરતકામ છે અને બોર્ડરને બેલથી હેવી લૂક આપ્યો છે. રણવીરનો લુક જોઈને બાજીરાવ ચોક્કસથી યાદ આવી જાય.



દીપિકાએ કપડાં અને જ્વેલરીમાં કોઈ કસર છોડી નથી, તો પછી તે મેકઅપમાં કેવી રીતે ચૂક કરી શકે. તેણે ગુલાબી ટોનનો મેકઅપ રાખ્યો, જે તેના આઉટફિટ સાથે સારો મેચ થયો. સાથે જ મિડલ પાર્ટીશન વાળો બન બનાવ્યો અને વાળમાં ગજરા લગાવ્યા. જેણે એક પોઝિટિવ અને ક્લાસિ વાઈબ્સ ઉભી કરી.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now