Home Entertainment Randeep Hooda Reveal Secret About Jaat Star Sunny Deol Said He Is Different From Onscreen

સની દેઓલમાં માતા આવી જાય છે : ફિલ્મના પ્રમોશન વખતે બોલ્યા રણદીપ હુડ્ડા

સની દેઓલમાં માતા આવી જાય છે
Published by: OBS Bureau
Last Updated: Apr 09, 2025, 05:24 AM IST

સની દેઓલ અને રણદીપ હુડ્ડા સ્ટારર આગામી ફિલ્મ 'જાટ' ચર્ચામાં છે. ફિલ્મના ટ્રેલરને દર્શકોનો જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે. જે બાદ હવે ફેન્સ આ ફિલ્મની રિલીઝની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ બધાની વચ્ચે 'જાટ'ના પ્રમોશનમાં વ્યસ્ત રણદીપ હુડ્ડાએ પોતાના કો-સ્ટાર સની દેઓલ વિષયે એક હાસ્યાસ્પદ વાત કરી છે.

દિલ્હીમાં એક કાર્યક્રમમાં સની દેઓલ અને કો-સ્ટાર વિનીત કુમાર સિંહ સાથે ફિલ્મનું પ્રમોશન કરતી વખતે, રણદીપ હુડ્ડાએ કહ્યું કે તે હંમેશા ગદર સ્ટારનો ચાહક રહ્યો છે. રણદીપે કહ્યું, "અમે પાજીને જોઈને અમારા મસલ્સ બનાવવાનું શરૂ કર્યું. હું તેમના પોસ્ટરને કપબોર્ડમાં રાખતો હતો, તેમના કારણે બેન્ચ પ્રેસ કરવાનું શરૂ કર્યું. તેમને આટલા વર્ષો સુધી જોયા પછી, તેમની સાથે કામ કરવાની તક મળી તે ખૂબ જ સારી વાત છે. તે સ્ક્રીન પર જે દેખાય છે તેવો તે બિલકુલ નથી, હું તમને તેમના વિશે એક સિક્રેટ કહું. તે ખૂબ જ સરળ છે પણ જ્યારે તેઓ કેમેરાની સામે આવી જાય છે ત્યારે તેમનામાં માતા આવી જાય છે.

'જાટ' માટે રણદીપે શું તૈયારીઓ કરી?
મર્ડર 3, હાઈવે અને સરબજીત જેવી ફિલ્મો માટે પ્રખ્યાત રણદીપ હુડ્ડાએ કહ્યું કે તેઓ સામાન્ય રીતે ઘણી તૈયારીઓ કરતા હોય છે, પરંતુ આ વખતે તેમને જે પ્રામણેનો રોલ મળ્યો હતો વધુ તૈયારીઓની જરૂર ના પડી. વધુમાં કહ્યું કે "મારે ત્યાં હાજર રહેવાનું હતું, મારા વાળ અને મેકઅપ કરાવવાનો હતો અને મારા એટિટ્યૂડમાં રહેવાનું હતું. તેથી તેને વધુ તૈયારીની જરૂર ના પડી.

આપને જણાવી દઈએ કે જાટ ફિલ્મ 10 એપ્રિલે રિલીઝ થાય છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now