Home Entertainment Randeep Hooda Dance Dhanda Nyoliwala Concert Jaipur Viral Video

જયપુરમાં રણદીપ હુડ્ડાનો હરિયાણવી સ્વેગ : સિંગર ઢાંડા ન્યોલીવાલાના કોન્સર્ટમાં જેકેટ ઉતારીને નાચ્યો, સ્ટેજ પર લગાવ્યા પુશઅપ્સ!

જયપુરમાં રણદીપ હુડ્ડાનો હરિયાણવી સ્વેગ
Published by: OBS Bureau
Last Updated: Mar 03, 2026, 05:16 AM IST

Randeep Hooda: બોલિવૂડના ટેલેન્ટેડ એક્ટર રણદીપ હુડ્ડા ફિલ્મોમાં તો પોતાની એક્ટિંગથી લોકોના દિલ જીતે જ છે, પરંતુ રિયલ લાઈફમાં પણ તેનો 'હરિયાણવી સ્વેગ' અદભૂત છે. તાજેતરમાં રાજસ્થાનના જયપુરમાં આયોજિત હરિયાણવી સિંગર ઢાંડા ન્યોલીવાલાના કોન્સર્ટમાં રણદીપ હુડ્ડાએ મહેફિલ લૂંટી લીધી હતી. ફેમસ ગીત 'નાઇફ બ્રાઉટ' (Knife Brought) વાગી રહ્યું હતું ત્યારે રણદીપે સ્ટેજ પર અચાનક એન્ટ્રી કરીને હજારોની મેદનીને ચોંકાવી દીધી હતી. સંગીતનો નશો અને દેશી બીટ્સ એવી જામી કે રણદીપે પોતાનું જેકેટ ઉતારી દીધું અને ન્યોલીવાલા સાથે ખભેખભા મિલાવીને ડાન્સ કરવા લાગ્યો હતો. આ હરિયાણવી જુગલબંધી જોઈને આખું સ્ટેડિયમ જોશમાં આવી ગયું હતું.

પુશઅપ્સ લગાવીને યુવાનોનો જોશ વધાર્યો

શોની સૌથી મોટી હાઈલાઈટ રણદીપની ફિટનેસ રહી હતી. ડાન્સ કરતા કરતા રણદીપ અને સિંગર ન્યોલીવાલાએ સ્ટેજ પર જ પુશઅપ્સ લગાવવાનું શરૂ કરી દીધું હતું. રણદીપની આ એનર્જી જોઈને યુવાનોમાં જબરદસ્ત ઉત્સાહ જોવા મળ્યો હતો. માત્ર ડાન્સ જ નહીં, પણ રણદીપે પોતાની દેશી હરિયાણવી બોલીમાં પ્રેક્ષકો સાથે સંવાદ કરીને માહોલને જીવંત બનાવી દીધો હતો. તેની આ સાદગી અને બિન્દાસ અંદાજ સોશિયલ મીડિયા પર અત્યારે વાયરલ થઈ રહ્યો છે.

DCP08948

સિંગર માટે ખાસ શેર સંભળાવ્યો: 'ઢાંડા જેવા ન મળે ગામમાં'

રણદીપ હુડ્ડાએ મંચ પરથી સિંગર ઢાંડા ન્યોલીવાલાના મુક્ત કંઠે વખાણ કર્યા હતા. તેણે પોતાના ખાસ અંદાજમાં એક શેર સંભળાવતા કહ્યું કે, "રાધાને મળ્યા શ્યામમાં, સીતાને મળ્યા રામમાં અને ઢાંડા જેવા ન મળે ગામમાં!" આ સાંભળીને ફેન્સ એવા પાગલ થયા કે વન્સ મોરના નારા લાગવા માંડ્યા હતા. રણદીપે ત્યારબાદ હવામાં પ્રણામ કરીને સૌનું અભિવાદન ઝીલ્યું હતું.

'હવા મેં પ્રણામ' ટી-શર્ટ રહી આકર્ષણનું કેન્દ્ર

કોન્સર્ટ દરમિયાન રણદીપ હુડ્ડાએ જે ટી-શર્ટ પહેરી હતી તેના પર પણ સૌની નજર હતી. તેના પર 'હવા મેં પ્રણામ' (Hawa Mein Pranaam) લખેલું હતું, જે હરિયાણવી સંસ્કૃતિમાં ખૂબ જ લોકપ્રિય સંવાદ છે. હરિયાણવી સંસ્કૃતિની ઝલક, દમદાર બીટ્સ અને બોલિવૂડ સ્ટારની હાજરીએ આ સાંજને જયપુરવાસીઓ માટે યાદગાર બનાવી દીધી હતી.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now