Home Entertainment Ranbir Kapoor Arrives In Hong Kong For Alia Bhatts Birthday

આલિયાના જન્મદિવસ પહેલાં રણબીરનું સ્પેશિયલ સરપ્રાઈઝ! : હોંગકોંગ પાર્કમાં રાહા સાથે રંગબેરંગી સીડીઓ ચડતા જોવા મળ્યું બોલિવુડ કપલ

આલિયાના જન્મદિવસ પહેલાં રણબીરનું સ્પેશિયલ સરપ્રાઈઝ!
Published by: OBS Bureau
Last Updated: Mar 14, 2026, 06:37 AM IST

Alia Bhatt And Ranbir Kapoor Vacation: બોલિવુડના લવર્સ કપલ રણબીર કપૂર અને આલિયા ભટ્ટે પોતાની પુત્રી રાહા સાથે હોંગકોંગમાં ખાસ કૌટુંબિક વેકેશન માણી રહ્યા છે. આલિયા ભટ્ટનો 33મો જન્મદિવસ 15 માર્ચે છે, અને આ ખુશીના અવસર પર રણબીર તેમની પત્નીને સરપ્રાઈઝ આપવા હોંગકોંગ પહોંચી ગયા છે.

રણબીર અને આલિયા કેઝ્યુઅલ કપડાંમાં દેખાયા

સોશિયલ મીડિયા પર તેમના આ ટ્રિપનો એક હાર્ટવોર્મિંગ વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં ત્રણેય જણ પાર્કમાં ફરતા અને મજા માણતા જોવા મળે છે. વીડિયોમાં રણબીર અને આલિયા કેઝ્યુઅલ કપડાંમાં દેખાયા છે. તેઓ પોતાની નાની રાહાના હાથ પકડીને ચાલી રહ્યા છે, રંગબેરંગી સીડીઓ ચડી રહ્યા છે અને રાહા ખુબ જ ખુશ અને ઉત્સાહિત દેખાઈ રહી છે. રણબીર પુત્રીની ખાસ કાળજી લેતા જોવા મળે છે, જે આ ક્લિપને વધુ પ્રેમાળ બનાવે છે. આ વીડિયો ફેન્સના હૃદયને છુએ છે અને ઘણા ફેન પેજ પર શેર થઈ રહ્યો છે. આલિયા અને રણબીર અવારનવાર બિઝી શેડ્યૂલમાંથી સમય કાઢીને કુટુંબ સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરે છે. આ વખતે હોંગકોંગના ચિલ્ડ્રન્સ પાર્કમાં આ ખુશનુમા પળો કેપ્ચર થઈ છે, જે ફેન્સ માટે ખાસ ગિફ્ટ જેવી છે.

કરિયર અપડેટ્સ:

રણબીર કપૂર આ વર્ષે "રામાયણ"માં લોર્ડ રામના રોલમાં જોવા મળશે, જે ઘણી રાહ જોવાઈ રહી છે. તે સંજય લીલા ભણસાલીની "લવ એન્ડ વોર"માં પણ કામ કરી રહ્યા છે, જેમાં આલિયા ભટ્ટ પણ છે. બીજી તરફ આલિયા "આલ્ફા" નામની સ્ત્રી-કેન્દ્રિત એક્શન ફિલ્મમાં બિઝી છે.આ કપલની આ ખુશહાલ ક્ષણો જોઈને ફેન્સ ખુબ જ એક્સાઈટેડ છે! તમને આ વાયરલ વીડિયો કેવો લાગ્યો?

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now