Home Entertainment Rana Daggubatis Direct Response To Deepikas 8 Hour Shift

દીપિકાની 8 કલાક શિફ્ટ પર સાઉથ સ્ટાર્સ નો સીધો જવાબ : કહ્યું: “આ ફિલ્મ ઇન્ડસ્ટ્રી છે, ફેક્ટરી નહીં!”

દીપિકાની 8 કલાક શિફ્ટ પર સાઉથ સ્ટાર્સ નો સીધો જવાબ
Published by: OBS Bureau
Last Updated: Dec 03, 2025, 05:36 AM IST

8-hour shift controversy: બોલિવૂડ અભિનેત્રી દીપિકા પાદુકોણે ફિલ્મોના શૂટિંગમાં માત્ર 8 કલાકની શિફ્ટની માંગણી કરી હતી, જેના પછી તેમને પ્રભાસની ‘સ્પિરિટ’ અને ‘કલ્કી 2898 AD’ જેવી મોટી દક્ષિણ ભારતીય ફિલ્મોમાંથી બહાર કરવામાં આવ્યા હોવાના સમાચાર આવ્યા હતા. આ મુદ્દે હવે સાઉથના બે મોટા સ્ટાર્સ રાણા દગ્ગુબાતી અને દુલ્કર સલમાને પોતાનો પક્ષ સ્પષ્ટ કર્યો છે.

રાણા દગ્ગુબાતીએ કહ્યું – “આ કોઈ નોકરી નથી, જીવન જીવવાની રીત છે”

THR ઇન્ડિયાને આપેલી મુલાકાતમાં રાણા દગ્ગુબાતીએ સીધું કહ્યું:

“આ કોઈ ફેક્ટરી નથી કે 8 કલાક બેસીએ અને બેસ્ટ કામ નીકળી જશે. અભિનય એ જીવન જીવવાની એક રીત છે. તમે એમાં સંપૂર્ણપણે ડૂબકી લગાવો કે નહીં – એ તમારી પસંદગી છે. દરેક ફિલ્મ તમારી પાસેથી અલગ-અલગ સમર્પણ માંગે છે.

”દુલ્કર સલમાન: “મલયાલમમાં તો ક્યારેય ખબર નથી પડતી કે ક્યારે ઘરે જવાનું થશે”

દુલ્કરે પણ આ મુદ્દે ખુલીને વાત કરી. તેમણે કહ્યું: “મલયાલમ ઇન્ડસ્ટ્રીમાં લાંબા કલાકો એ સામાન્ય વાત છે. જ્યારે મેં પહેલી વાર તેલુગુ ફિલ્મ ‘મહાનટી’ કરી ત્યારે પહેલી વાર જીવનમાં સાંજે 6 વાગ્યે ઘરે પહોંચ્યો હતો! પણ નિર્માતા બન્યા પછી પણ ઘણું બદલી શકાયું નથી. એક વધારાનો કલાક કામ કરવું એ એક વધારાનો દિવસ શૂટ કરતાં સારું છે.”નિર્માતા અર્ચના કલ્પથી: “મોટી ફિલ્મોમાં 9-to-5 શેડ્યૂલ અશક્ય છે”

8 કલાકનું શેડ્યૂલ લાગુ કરવું વ્યવહારિક રીતે અશક્ય

‘ગોટ’ ફિલ્મના નિર્માતા અર્ચના કલ્પથીએ પણ કહ્યું કે ખાસ કરીને મોટા બજેટની ફિલ્મોમાં રજાઓમાં પણ શૂટિંગ કરવું પડે છે, એટલે 8 કલાકનું શેડ્યૂલ લાગુ કરવું વ્યવહારિક રીતે અશક્ય છે.આ ચર્ચા ત્યારે ચગી છે જ્યારે રાણા અને દુલ્કરની સંયુક્ત નિર્મિત અને અભિનિત ફિલ્મ ‘કાંઠા’ 14 નવેમ્બરે રિલીઝ થઈ ચૂકી છે. ફિલ્મને સારા રિવ્યૂઝ મળ્યા છે, પરંતુ બોક્સ ઓફિસ પર તે ખાસ કમાલ નથી કરી શકી.આખરે, દક્ષિણ ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રીના આ બે મોટા નામોએ સ્પષ્ટ કરી દીધું છે કે ફિલ્મોનું કામ કોર્પોરેટ જોબ જેવું નથી – અહીં પેશન, સમર્પણ અને લાંબા કલાકો જ અંતિમ સત્ય છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now