logo-img
Ramayana Fame Deepika Chikhlias Daughter Got Married Glimpse Of The Bride And Groom See Special Pictures Of Wedding Album

સીતા મૈયાના ઘરે વાગી શરણાઈ! : 'રામાયણ' ફેમ દીપિકા ચીખલિયાની લાડલી જૂહીએ રચાવ્યા લગ્ન, જુઓ વેડિંગ આલ્બમની ખાસ તસવીરો

સીતા મૈયાના ઘરે વાગી શરણાઈ!
Published by: Offbeat Team
| Last Updated: Feb 26, 2026, 10:07 AM IST

ટેલિવિઝન જગતની સૌથી લોકપ્રિય સીરિયલ 'રામાયણ'માં માતા સીતાનું પાત્ર ભજવીને ઘરે-ઘરે જાણીતા બનેલા અભિનેત્રી દીપિકા ચીખલિયાના ઘરે અત્યારે ખુશીઓનો માહોલ છે. દીપિકા ચીખલિયાની નાની પુત્રી જૂહીએ લગ્નગ્રંથિથી જોડાઈને પોતાની નવી સફર શરૂ કરી છે. અભિનેત્રીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર દીકરીના લગ્નનો વીડિયો શેર કરીને ચાહકોને આ ખુશખબર આપ્યા છે. ગ્લેમરની દુનિયાથી દૂર રહેતી જૂહી પોતાના લગ્નમાં કોઈ રાજકુમારીથી કમ નહોતી લાગી રહી.

દીપિકા ચીખલિયા માટે આ ક્ષણ અત્યંત ગૌરવપૂર્ણ અને ભાવુક હતી. એક તરફ પુત્રીના નવા ઘર વસવાની ખુશી હતી, તો બીજી તરફ લાડલીની વિદાય વખતે માતાની આંખો ભીની થઈ ગઈ હતી. આ લગ્નને ખૂબ જ ખાનગી રાખવામાં આવ્યા હતા અને લગ્ન સંપન્ન થયા ત્યાં સુધી કોઈને તેની જાણ સુધ્ધાં નહોતી. હવે જ્યારે ઇન્ટરનેટ પર જૂહી અને તેના પતિના ફોટા અને વીડિયો વાયરલ થયા છે, ત્યારે ફેન્સ અને સેલેબ્સ આ નવદંપતીને નવા જીવન માટે આશીર્વાદ આપી રહ્યા છે.

સોશિયલ મીડિયા પર છવાયો વેડિંગ વીડિયો

દીપિકાએ દીકરી જૂહીના લગ્નનો જે વીડિયો શેર કર્યો છે તેમાં વરમાળાની વિધિ જોવા મળી રહી છે. જૂહીએ ગોલ્ડન કલરનો ભારે લહેંગા પહેર્યો હતો, જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી. વરમાળા પહેરાવતી વખતે બંનેના ચહેરા પર અનોખી ખુશી જોવા મળી હતી. આ વિધિ બાદ બંનેએ એકબીજાને ગળે લગાવીને પ્રેમને વ્યક્ત કર્યો હતો, જ્યારે હાજર મહેમાનોએ ફૂલોના વરસાદ સાથે નવદંપતીને વધાવ્યું હતું.

માતા દીપિકાનો રોયલ લુક

પુત્રીના લગ્નમાં દીપિકા ચીખલિયા પોતે પણ કોઈ મહારાણી જેવી લાગી રહી હતી. તેમણે સિલ્ક સાડી સાથે વેલ્વેટ રેડ દુપટ્ટો કેરી કરીને પોતાના લુકને રોયલ બનાવ્યો હતો. ટેમ્પલ જ્વેલરી અને ચોકર હારમાં દીપિકાની સુંદરતામાં ચાર ચાંદ લાગી ગયા હતા. બીજી તરફ, જૂહીના પિતા હેમંત ટોપીવાલા પણ વ્હાઇટ સૂટ-પેન્ટમાં ડેશિંગ દેખાઈ રહ્યા હતા.

શું કરે છે દીપિકા ચીખલિયાની દીકરી?

નોંધનીય છે કે દીપિકા ચીખલિયા અને બિઝનેસમેન હેમંત ટોપીવાલાને બે પુત્રીઓ છે - નિધિ અને જૂહી. બંને દીકરીઓ લાઈમલાઈટથી દૂર રહેવાનું પસંદ કરે છે. મોટી દીકરી નિધિ પ્રોફેશનલ મેકઅપ આર્ટિસ્ટ છે, જ્યારે નાની દીકરી જૂહી પિતાના બિઝનેસને સંભાળી રહી છે. જૂહી ફેમિલી બિઝનેસને આગળ વધારતા 'શૃંગાર સિલ્કી' નામનું નવું વેન્ચર ચલાવી રહી છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now