Home Entertainment Ram Charan Wrist Surgery Health Update Gujarati

સાઉથ સુપરસ્ટાર રામ ચરણ હોસ્પિટલમાં દાખલ : અમેરિકન નિષ્ણાત ડૉક્ટરોની ટીમે કરી જટિલ સર્જરી, તબિયતને લઈને આવી મોટી ખબર

Ram Charan
Image Credit: pinterest
Published by: Suman Dabhi
Last Updated: Jul 27, 2026, 09:43 AM IST

Ram Charan Health Update: સાઉથ સિનેમાના સુપરસ્ટાર રામ ચરણના ચાહકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. ફિલ્મ 'પેડ્ડી'ના શૂટિંગ દરમિયાન કાંડામાં ગંભીર ઈજા થતાં તેમને કોયમ્બતૂરની ગંગા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હવે તેમની કાંડાની જટિલ સર્જરી સફળતાપૂર્વક પૂર્ણ થઈ છે અને ડૉક્ટરોના જણાવ્યા અનુસાર તેઓ ઝડપથી સ્વસ્થ થઈ રહ્યા છે.

કોયમ્બતૂરની ગંગા હોસ્પિટલમાં થઈ જટિલ સર્જરી

માહિતી મુજબ, 'પેડ્ડી'ના એક હાઈ-ઓક્ટેન એક્શન સીનના શૂટિંગ દરમિયાન રામ ચરણના જમણા હાથની કાંડામાં ગંભીર ઈજા થઈ હતી. ઈજા વધતા ડૉક્ટરોએ તાત્કાલિક સર્જરી કરવાની સલાહ આપી હતી.

ત્યારબાદ તેમને કોયમ્બતૂરની પ્રખ્યાત ગંગા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા, જ્યાં તેમની જટિલ સર્જરી સફળતાપૂર્વક કરવામાં આવી. હાલ તેમની તબિયત સ્થિર હોવાનું જણાવાયું છે.

અમેરિકન અને ભારતીય નિષ્ણાત ડૉક્ટરોની ટીમે કર્યું ઓપરેશન

રામ ચરણની ઈજાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને દેશ-વિદેશના નિષ્ણાત ડૉક્ટરોની ટીમ તૈયાર કરવામાં આવી હતી.

આ સર્જરીનું નેતૃત્વ ગંગા હોસ્પિટલના ચેરમેન અને જાણીતા ઓર્થોપેડિક સર્જન ડૉ. એસ. રાજશેખરને કર્યું હતું. તેમની સાથે અમેરિકાના મિયામીથી જાણીતા હેન્ડ અને રિસ્ટ સર્જન ડૉ. અલેજાન્ડ્રો બાડિયા, તેમજ ડૉ. પ્રવીણ ભારદ્વાજ સહિતની ટીમે સફળતાપૂર્વક ઓપરેશન પૂર્ણ કર્યું.

પરિવાર સતત રહ્યો સાથે

આ સમગ્ર સારવાર દરમિયાન રામ ચરણના પરિવારજનો સતત તેમની સાથે રહ્યા. તેમના પિતા ચિરંજીવી, માતા સુરેખા અને પત્ની ઉપાસના હોસ્પિટલમાં હાજર રહી તેમની સંભાળ રાખતા રહ્યા.

ડૉક્ટરોના જણાવ્યા અનુસાર, હવે રામ ચરણ થોડા સમય માટે રીહેબિલિટેશન પ્રોગ્રામમાંથી પસાર થશે. સંપૂર્ણ સ્વસ્થ થયા બાદ જ તેઓ ફિલ્મના શૂટિંગ પર પરત ફરશે.

આ પણ વાંચો : ₹9,711 કરોડની કમાણી કરનાર આ બ્લોકબસ્ટર ફિલ્મે રચ્યો ઈતિહાસ : ડેબ્યૂથી જ એક્ટર રાતોરાત બન્યો સુપરસ્ટાર! 80ના દાયકાના 13 ગીતોએ મચાવી ધૂમ

ચાહકોએ વ્યક્ત કરી ખુશી

રામ ચરણની સર્જરી સફળ રહેતાં તેમના ચાહકોએ સોશિયલ મીડિયા પર ખુશી વ્યક્ત કરી છે અને તેમના ઝડપી સ્વસ્થ થવાની શુભેચ્છાઓ પાઠવી છે. પરિવાર તરફથી પણ વિશ્વભરના ચાહકોનો પ્રેમ, પ્રાર્થનાઓ અને સમર્થન બદલ આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now