'લાફ્ટર શેફ્સ 3'ના વિજેતા બન્યા અલી ગોની અને જન્નત ઝુબેર
કલર્સ ટીવીના લોકપ્રિય કુકિંગ-કોમેડી રિયાલિટી શો 'લાફ્ટર શેફ્સ: અનલિમિટેડ એન્ટરટેઇનમેન્ટ'ની સીઝન 3નો ગ્રાન્ડ ફિનાલે પૂર્ણ થયો છે. આ સીઝનનો ખિતાબ અલી ગોની અને જન્નત ઝુબેરે પોતાના નામે કર્યો છે. બંનેએ સમગ્ર સીઝનમાં શાનદાર ટીમવર્ક અને સતત સારું પ્રદર્શન કરીને ટ્રોફી જીતી છે.
અલી-જન્નતે જીતી ટ્રોફી
ગ્રાન્ડ ફિનાલેમાં અલી ગોની અને જન્નત ઝુબેરે અન્ય તમામ જોડીઓને પાછળ છોડી વિજેતા બન્યા. કુકિંગ ટાસ્ક, મનોરંજન અને બંને વચ્ચેની કેમિસ્ટ્રીએ દર્શકો તેમજ જજોને પ્રભાવિત કર્યા હતા.
કોણ રહ્યું રનર-અપ?
મીડિયા રિપોર્ટ્સ મુજબ, તેજસ્વી પ્રકાશ-અર્જુન બિજલાની અને કરણ કુન્દ્રા-એલ્વિશ યાદવ રનર-અપ રહ્યા. ફિનાલેમાં તમામ સ્પર્ધકો વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી હતી.
જન્નત ઝુબેરે શું કહ્યું?
વિજેતા બન્યા બાદ જન્નત ઝુબેરે જણાવ્યું કે આ શોએ તેમને માત્ર ટ્રોફી જ નહીં પરંતુ મિત્રતા, ટીમવર્ક અને સુંદર યાદો પણ આપી છે. અલી ગોનીએ પણ સોશિયલ મીડિયા પર પોતાની જીતને ટીમવર્ક અને મજબૂત સંબંધની જીત ગણાવી હતી.
દર્શકોમાં રહ્યો ભારે ઉત્સાહ
'લાફ્ટર શેફ્સ'ની ત્રીજી સીઝન દરમિયાન કુકિંગ સાથે કોમેડી અને સેલિબ્રિટી મસ્તીનું અનોખું મિશ્રણ દર્શકોને ખૂબ પસંદ આવ્યું. ગ્રાન્ડ ફિનાલે બાદ સોશિયલ મીડિયા પર અલી ગોની અને જન્નત ઝુબેરને ચાહકો તથા ટીવી ઇન્ડસ્ટ્રીના ઘણા કલાકારોએ અભિનંદન પાઠવ્યા.





