Home Entertainment Rakesh Roshan Himself Revealed This Big Obstacle In The Making Of Krrish 4

તો શું ક્રિશ 4 નહીં બને.. : ક્રિશ 4 બનવા માટે આ છે મોટી અડચણ, ખુદ રાકેશ રોશને કર્યો ખુલાસો

તો શું ક્રિશ 4 નહીં બને..
Published by: OBS Bureau
Last Updated: Feb 04, 2025, 01:40 PM IST

ભારતનો પોતાનો પહેલો સુપર હીરો એટલે ક્રિશ. આ સિરીઝની ફિલ્મનો સૌથી સુપરહિટ ફિલ્મોમાંથી એક ગણવામાં આવે છે. ફિલ્મનો પહેલો પાર્ટ 2003માં કોઈ મિલ ગયાના નામથી આવ્યો હતો. જે બાદ ક્રિશ 3 સુધીની ફિલ્મો આ સિરીઝમાં આવી હતી. જેણે મોટા પડદા પર ધૂમ મચાવી હતી. ઋતિક રોશનના કિરદારે સૌના દિલ જીત્યા હતા. અને હવે તેના આગળના ભાગની સૌ રાહ જોઈ રહ્યા છે. ત્યારે તેને લઈને એક મોટી અપડેટ સામે આવી છે. ક્રિશ 4 બનવામાં એક મોટી અડચણ છે અને તેને ખુલાસો ખુદ રાકેશ રોશને કર્યો છે.

આ છે મુશ્કેલી
રાકેશ રોશને એક ઈન્ટરવ્યૂમાં કહ્યું કે, તેઓ ઘણા સમયથી આની રાહ જોઈ રહ્યા છે. પરંતુ તેનું બજેટ નથી થઈ રહ્યું. પિક્ચરનું સ્કેલ મોટું છે. આમ જુઓ તો તે એક સામાન્ય પિક્ચર લાગે છે. દુનિયા નાની થઈ ગઈ છે. આજકાલના જે બાળકો છે, તે એટલું જોઈ ચુક્યા છે કે, તેમને કોઈ નાની ભૂલ નજર પડી તો આલોચના કરશે.તેમણે આગળ કહ્યું, “આપણે ખૂબ કાળજી રાખવી પડશે. આપણે તે સ્કેલના ચિત્રો બનાવી શકતા નથી (માર્વેલ, ડીસી). અમારી પાસે એટલા પૈસા નથી. અમારું બજેટ અમને આ કરવાની મંજૂરી આપતું નથી. આપણે વાર્તા પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. ફિલ્મમાં મોટા સિક્વન્સ હશે પણ જો 10 નહીં તો 2 કે 3 હશે.

ઋતિક રોશન અને પ્રીતિ ઝિંટા સ્ટારર કોઈ...મિલ ગયા વર્ષ 2023માં રિલીઝ થઈ હતી. જેમાં તેણે રોહિત મહેરાનો કિરદાર નિભાવ્યો હતો. ફિલ્મને રાકેશ રોશનને ડાયરેક્ટર કર્યો હતો. જે બાદ 2006માં તેનો બીજો ભાગ કૃષ આવ્યો હતો. જેમાં ઋતિક રોશનનો ડબલ રોલ હતો. તેમાં તેમણે રોહિત મહેરાના દીકરા કૃષ્ણા મહેરા ઉર્ફે ક્રિશનો રોલ પ્લે કર્યો હતો. ફિલ્મમાં પ્રિયંકા ચોપરા લીડમાં હતી. ક્રિશ 3માં કંગના રનૌતે કામ કર્યું હતું. આ ત્રણેય ફિલ્મ બોક્સ ઓફિસ પર હિટ સાબિત થઈ હતી. જેથી લોકો પાર્ટ 4ની રાહ જોઈ રહ્યા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now