Home Gujarat Rajkot Collectors Office Receives Bomb Threat

રાજકોટ કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી : શહેરમાં ખળભળાટ મચ્યો!, પોલીસ દોડતી થઈ, તપાસ તેજ

રાજકોટ કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી
Play Video
Published by: OBS Bureau
Last Updated: Feb 02, 2026, 09:16 AM IST

ગુજરાતમાં ધમકી આપવાના બનાવોનો સિલસિલો યથાવત છે. બનાસકાંઠા બાદ હવે રાજકોટ કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સમગ્ર વહીવટી તંત્રમાં ખળભળાટ મચી ગયો છે. રાજકોટ કલેક્ટર કચેરીને મળેલી આ ધમકીના કારણે સુરક્ષા એજન્સીઓ તાત્કાલિક એલર્ટ પર આવી ગઈ હતી.

કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી

બોમ્બથી ઉડાવવાની ધમકી મળતાની સાથે જ પોલીસ કાફલો રાજકોટ કલેક્ટર કચેરી ખાતે દોડી ગયો હતો. પોલીસ દ્વારા સમગ્ર કચેરી વિસ્તારમાં કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી અને આવન-જાવન પર નિયંત્રણ મુકવામાં આવ્યું હતું. સાથે જ શંકાસ્પદ વસ્તુઓની શોધખોળ કરવા માટે ચેકિંગ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

પોલીસ સતર્કતા સાથે તપાસ હાથ ધરી

ધમકીની ગંભીરતા જોતા પોલીસ અને અન્ય સુરક્ષા એજન્સીઓ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. ધમકી કયા માધ્યમથી આપવામાં આવી, કોણે આપી અને તેના પાછળ શું કારણ છે તે તમામ દિશામાં તપાસ કરવામાં આવી રહી છે. બનાસકાંઠા બાદ રાજકોટમાં આવી ઘટના સામે આવતાં રાજ્યમાં સુરક્ષા વ્યવસ્થાને લઈ ફરી એકવાર ચિંતા વ્યક્ત થઈ રહી છે. હાલ સમગ્ર મામલે પોલીસ સતર્ક છે અને પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now