Home Entertainment Rajesh Khanna Was Scared Of Ramayan Meghnath Aka Vijay Arora Stardom

કોણ હતા એ એક્ટર, જેમની એક્ટિંગ જોઈ રાજેશ ખન્ના બોલ્યા : 'આ મારો ઉત્તરાધિકારી બની શકે છે'

કોણ હતા એ એક્ટર, જેમની એક્ટિંગ જોઈ રાજેશ ખન્ના બોલ્યા
Published by: OBS Bureau
Last Updated: Feb 16, 2025, 06:27 AM IST

ફિલ્મ જગતમાં એવા ઘણા સિતારાઓ છે જેમણે પોતાના કેરેક્ટરને એટલા બારીકાઈથી ભજવ્યા છે કે તેમના મૃત્યુ પછી પણ લોકો તેમને ભૂલી શક્યા નહીં. આ પ્રસંગે અભિનેતા રાજેશ ખન્ના એમાના જ છે. એવી જ રીતે ટીવી સિરિયલ રામાયણમાં મેઘનાદની ભૂમિકામાં વિજયે એટલું સારું કામ કર્યું હતું કે આજે પણ દર્શકો તેને તેના માટે ઓળખે છે.

વિજયે 110થી વધુ ફિલ્મોમાં અભિનય કર્યો છે.
વિજય અરોરાનો જન્મ 1944માં પંજાબના અમૃતસરમાં થયો હતો. પોતાની વર્સેટાઈલ એક્ટિંગથી વિજયે 110થી વધુ ફિલ્મોમાં વિવિધ ભૂમિકાઓ ભજવી હતી. ઘણી ફિલ્મોમાં જુદી જુદી ભૂમિકામાં પોતાને સાબિત કરનારા વિજય અરોરાને રામાનંદ સાગરની ટીવી સિરિયલ 'રામાયણ'થી વાસ્તવિક ઓળખ મળી. વિજયે મેઘનાદની ભૂમિકા ભજવી હતી. આ પછી વિજય ફેમસ થયા હતા.

રાજેશ ખન્નાએ કહી આ વાત
વિજયની એક્ટિંગની જોરદાર હતી જેના અંદાજ રાજેશ ખન્નાના નિવેદન પરથી લગાવી શકાય છે. રાજેશ ખન્નાએ એક વખત કહ્યું હતું, "જો કોઈ મારા સ્ટાર્ડમને ચેલેન્જ કરી શકે છે, તો તે વિજય અરોરા છે. રાજેશ ખન્નાએ કહ્યું હતું કે વિજય ઈન્ડસ્ટ્રીમાં મારો ઉત્તરાધિકારી બની શકે છે.

વિજયે ટોપની અભિનેત્રીઓ સાથે કામ કર્યું હતું.

વિજયે માત્ર ટોચની અભિનેત્રીઓ સાથે જ સ્ક્રીન શેર કરી નથી પરંતુ ઘણા મોટા નિર્માતાઓ અને દિગ્દર્શકોની ફિલ્મોમાં પણ કામ કર્યું છે. પરંતુ નસીબનું કરવું એવુ કે વિજય અરોરાનું કરિયર ક્યારેય સફળતાની ટોચ પર ના પહોંચ્યુ.

રાજેશ ખન્ના બે દીકરીઓના પિતા હતા.
રાજેશ ખન્ના બોલિવૂડના પહેલા સુપરસ્ટાર હતા. પોતાની કારકિર્દીમાં રાજેશ ખન્નાએ 'આનંદ ",' કટી પતંગ" જેવી ઘણી સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું હતું. તેમના અંગત જીવનની વાત કરીએ તો તેમણે ડિમ્પલ કાપડિયા સાથે લગ્ન કર્યા હતા. તેમને બે દીકરીઓ છે, ટ્વિંકલ ખન્ના અને રિંકી ખન્ના.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now