Home Sports Rajat Patidar Bats In T20 Style In Test Match

Duleep Trophy માં Rajat Patidar નું શાનદાર પ્રદર્શન : 96 બોલમાં 21 ફોર અને 3 છગ્ગા, જાણો કેટલા રન ફટકાર્યા?

Duleep Trophy માં Rajat Patidar નું શાનદાર પ્રદર્શન
Published by: OBS Bureau
Last Updated: Aug 28, 2025, 12:21 PM IST

Duleep Trophy 2025: ગુરુવારે બેંગલુરુમાં BCCI CoE ગ્રાઉન્ડ 2 ખાતે દુલીપ ટ્રોફીની ક્વાર્ટર ફાઇનલ મેચના પહેલા દિવસે, રોયલ ચેલેન્જર્સ બેંગલુરુના કેપ્ટન રજત પાટીદારે સેન્ટ્રલ ઝોન અને નોર્થ ઇસ્ટ ઝોન વચ્ચે ચાલી રહેલ મેચમાં એક શાનદાર સેંચુરી ફટકારી.

રજત પાટીદારની શાનદાર ઇનિંગ

આર્યન જુયાલ (અણનમ 60) ને હર્ટ થતાં રિટાયર થવાની ફરજ પડ્યા બાદ બેટિંગ કરવા આવેલા પાટીદારે માત્ર 42 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી. રજત પાટીદારે સેન્ટ્રલ ઝોનની કેપ્ટનસી કરતાં પાટીદારે માત્ર 96 બોલમાં 21 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 125 ફટકાર્યા હતા. તેણે શરૂઆતથી જ ધમાકેદાર બેટિંગ કરી અને નોર્થ ઇસ્ટ ઝોનની ટીમ પર દબાણ બનવાનું શરૂ કર્યું હતું.

સેન્ટ્રલ ઝોનનું પ્રદર્શન

પ્રથમ દિવસના અંતમાં, રજત પાટીદારની આ ઇનિંગની મદદથી દાનિશ માલેવરને તેની નેચરલ ક્રિકેટ રમવાની તક મળી. તેને સેટ થવામાં થોડો સમય લાગ્યો અને તેણે પણ સેંચુરી ફટકારી. તે હાલમાં 1 છગ્ગા અને 35 ચોગ્ગાની મદદથી 198 રન પર નોટ આઉટ છે. અને બીજા એન્ડ પર યશ રાઠોડ છે જેને 37 બોલમાં 32 રન ફટકારીને નોટ આઉટ છે. આર્યન જુયાલ એ 100 બોલમાં (અણનમ 60) જે રિટાયર્ડ હર્ટ આઉટ થયો છે.

અન્ય ક્વાર્ટર ફાઇનલ

નોર્થ ઝોન અને ઇસ્ટ ઝોન વચ્ચેની બીજી ક્વાર્ટર ફાઇનલમાં, આયુષ બદોનીએ અર્ધ શતક ફટકાર્યું. મુખ્તાર હુસૈને તેને પેવેલિયન પાછો મોકલ્યો તે પહેલાં તેણે 60 બોલમાં 63 રન બનાવ્યા. તે ઉપરાંત, નોર્થ ઝોન બેટિંગમાં સંઘર્ષ કરી રહી હતી. ઇસ્ટ ઝોન માટે મનીષીએ ત્રણ વિકેટ લીધી, અને તે દિવસનું મુખ્ય આકર્ષણ હતું. મોહમ્મદ શમી પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું, જેને ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ફિટ માનવામાં આવતો ન હતો. બંગાળના આ ફાસ્ટ બોલરે સારી લાઇનમાં બોલિંગ કરી અને સાહિલ લોત્રાની વિકેટ મેળવી. જોકે, સુધારા માટે ઘણી જગ્યા છે. આ દરમિયાન, મુકેશ કુમાર વિકેટ વગર રહ્યો, જ્યારે પૂર્વ ઝોને અભિમન્યુ ઈશ્વરનને પ્લેઇંગ ઇલેવનમાંથી બહાર રાખ્યો છે.

દુલીપ ટ્રોફી નોકઆઉટ ફોર્મેટમાં?

આ સિઝનમાં દુલીપ ટ્રોફી નોકઆઉટ ફોર્મેટમાં રમાશે. ક્વાર્ટર ફાઇનલ મેચ ઉત્તર ઝોન વિરુદ્ધ પૂર્વ ઝોન અને મધ્ય ઝોન વિરુદ્ધ ઉત્તર પૂર્વ ઝોન વચ્ચે રમાશે. વિજેતા ટીમ સેમિફાઇનલમાં અનુક્રમે દક્ષિણ ઝોન અને પશ્ચિમ ઝોન સામે રમશે. બે સેમિફાઇનલ 4 સપ્ટેમ્બરથી BCCIના સેન્ટર ઓફ એક્સેલન્સ ગ્રાઉન્ડ પર રમાશે, જ્યારે ફાઇનલ 11 સપ્ટેમ્બરથી તે જ સ્થળે રમાશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now