Home Entertainment Raj Kapoor Film Mera Naam Joker Took 6 Years To Made Know Why It Flopped After Release

આ ફિલ્મે રાજ કપૂરના દેવામાં ડુબાડી દિધા : ડ્રિમ પ્રોજેક્ટ માથે પડ્યો હતો

આ ફિલ્મે રાજ કપૂરના દેવામાં  ડુબાડી દિધા
Published by: OBS Bureau
Last Updated: Mar 09, 2025, 06:44 AM IST

આજે ભલે દર્શકો 'મેરા નામ જોકર' જોવામાં મજા પડતી હોય પણ શું તમને ખબર છે કે ફિલ્મ જ્યારે 1970માં રિલીઝ થઈ ત્યારે તે સૌથી મોટી ફ્લોપ હતી.


આ ફિલ્મ રાજ કપૂર દ્વારા નિર્દેશિત રોમેન્ટિક કોમેડી હતી. આ ફિલ્મમાં ધર્મેન્દ્ર, મનોજ કુમાર, પદ્મિની કોલ્હાપુરે, સિમી ગરેવાલ, કેસિનિયા રયાબિંકીના, દારા સિંહ, ઓમ પ્રકાશ, રાજેન્દ્ર નાથ અને અચલા સચદેવ જેવા દિગ્ગજોએ કામ કર્યું છે.


અહેવાલો અનુસાર, આ મલ્ટી-સ્ટારર ફિલ્મ બનાવવામાં 6 વર્ષનો સમય લાગ્યો હતો. આ પાછળનું એક કારણ ફિલ્મમાં દેખાતા તમામ મોટા સ્ટાર્સ હતા. જેઓ તે વખતે ઘણી ફિલ્મોમાં કામ કરતા હતા.


આવી સ્થિતિમાં રાજ કપૂરની નજીકના ઘણા લોકોએ પણ તેમને આ ફિલ્મ ના કરવા સલાહ આપી હતી. પરંતુ આ રાજ કપૂરનો આ ડ્રીમ પ્રોજેક્ટ હતો. જેને તે ટૂંક સમયમાં જ પડદા પર લાવવા માગતા હતા.


એટલું જ નહીં, આટલી મોટી સ્ટાર કાસ્ટ સાથે ફિલ્મ બનાવવા માટે રાજ કપૂરને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. અભિનેતાએ આ ફિલ્મ બનાવવા માટે પોતાનું ઘર અને પોતાની ઘણી મિલકતો ગીરવે મૂકી હતી.


તે સમયે રાજ કપૂરે વિચાર્યું હતું કે આ ફિલ્મ પડદા પર સુપરહિટ થશે. પરંતુ આ ફિલ્મ રિલીઝ થતાં જ ખરાબ રીતે ફ્લોપ થઈ ગઈ હતી. પરિણામે, રાજ કપૂર ભારે દેવામાં ડૂબી ગયા.


'મેરા નામ જોકર' ની નિષ્ફળતા પછી રાજ કપૂરનું દિલ એટલું તૂટી ગયું હતું કે તેઓ લગભગ એક વર્ષ સુધી કામથી દૂર રહ્યાં હતા. ત્યારબાદ તેમણે પોતાની જવાબદારી જાતે સંભાળી અને તેમના પુત્ર ઋષિ કપૂર અને ડિમ્પલ કાપડિયા સાથે ફિલ્મ 'બોબી' બનાવી. આ તેમની કારકિર્દીને ફરીથી સફળતાની ઊંચાઈઓ પર લઈ ગયું.


એવું કહેવામાં આવે છે કે 'મેરા નામ જોકર' ફ્લોપ થઈ હતી કારણ કે તેનો રનટાઇમ 4 કલાકથી વધુ હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રણધીર કપૂરે એક વખત ફિલ્મ વિશે વાત કરતી વખતે કહ્યું હતું, "તે દિવસોમાં, જોકર લોકો માટે માત્ર હાસ્યનું પાત્ર હતું. તેઓ નિરાશ હતા કે ફિલ્મમાં કોમેડી નહોતી. દર્શકો ફિલ્મની ડેપ્થ સુધી પહોંચી ના શક્યા.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now