Home Gujarat Rahul Gandhi Training Camp With District Congress Presidents In Anand

આણંદમાં રાહુલ ગાંધીની જિલ્લા કોંગ્રેસ પ્રમુખો સાથે પ્રશિક્ષણ શિબિર : ત્રણ તાળીથી કરાયુ સ્વાગત, આ 'તાળીઓ'થી 'પંજો' થશે મજબૂત?

આણંદમાં રાહુલ ગાંધીની જિલ્લા કોંગ્રેસ પ્રમુખો સાથે પ્રશિક્ષણ શિબિર
Play Video
Published by: OBS Bureau
Last Updated: Jul 26, 2025, 07:37 AM IST

ગુજરાત કોંગ્રેસ દ્વારા આયોજિત ત્રણ દિવસીય જિલ્લા પ્રમુખ પ્રશિક્ષણ શિબિરની શરૂઆત રાહુલ ગાંધીના અધ્યક્ષ સ્થાને થઈ છે. શિબિરના પ્રથમ દિવસે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી હાજર રહી આ શિબિરનું ઉદ્ઘાટન કર્યું હતું. શિબિર સ્થળ પર તેમનું આગમન થયું ત્યારે નવનિયુક્ત જિલ્લા પ્રમુખોએ ત્રણ તાળી વગાડીને તેમનું સ્વાગત કર્યું હતું.

ગુજરાત કોંગ્રેસનો ''રાજકીય ક્લાસ''

આ પ્રશિક્ષણ શિબિરનો હેતુ કોંગ્રેસના નવનિયુક્ત જિલ્લા અને શહેર પ્રમુખોને વધુ સશક્ત બનાવવાનો છે. પ્રથમ દિવસે રાહુલ ગાંધી દ્વારા ''રાજકીય ક્લાસ'' લેવામાં આવી રહી છે, જેમાં જિલ્લામાં કોંગ્રેસને મજબૂત કરવા માટે જરૂરી માર્ગદર્શન માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે.

રાજકીય નેતૃત્વથી લઈ સંવાદના પાઠ ભણાવાશે

શિબિર દરમિયાન જિલ્લા પ્રમુખોને રાજકીય નેતૃત્વ કઈ રીતે કરવું, જનતા સાથે સંવાદ કેવી રીતે બાંધવો અને પ્રચાર-પ્રસાર કઈ રીતે અસરકારક રીતે કરવો, જેવા મુદ્દાઓ પર તાલીમ આપવામાં આવી રહી છે.

સોશિયલ મીડિયા મેનેજમેન્ટની સમજણ અપાશે!

આ ઉપરાંત, સમગ્ર શિબિર દરમિયાન જિલ્લાના પ્રમુખોને બૂથ મેનેજમેન્ટ, મીડિયા હેન્ડલિંગ અને સોશિયલ મીડિયા મેનેજમેન્ટ જેવી બાબતોની પણ વિસ્તૃત માહિતી આપવામાં આવશે. આ ત્રણ દિવસીય તાલીમ શિબિરમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને મહામંત્રી કે.સી. વેણુગોપાલ પણ ઉપસ્થિત રહેશે

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now