Home International Racket Of Robbing Americans From India 130 Crore Fraud Ed Takes Action

અમેરિકી લોકોને લૂંટીને વસાવી કરોડોની કાર્સ : 130 કરોડની ઠગાઈ, EDની કાર્યવાહી

અમેરિકી લોકોને લૂંટીને વસાવી કરોડોની કાર્સ
Published by: OBS Bureau
Last Updated: Aug 24, 2025, 05:23 AM IST

ભારતમાં બોગસ કોલ સેન્ટર અમેરિકન નાગરિકોને નિશાન બનાવી મોટાપાયે છેતરપિંડી કરવામાં આવી હોવાનો ભાંડો ફોડાયો છે. આ ગેરકાયદે પ્રવૃત્તિઓને રોકવા હવે કેન્દ્રીય એજન્સીઓ આગળ આવી છે.

ઇડીની દરોડા

ઇનફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (ઇડી) સાઇબર ક્રાઇમના નેટવર્ક સામે મોટી કાર્યવાહી હાથ ધરી છે. આશરે ₹130 કરોડની છેતરપિંડીના કેસમાં દિલ્હી અને ગુરુગ્રામમાં સાતથી વધુ સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા. આ પહેલાં સીબીઆઇએ આ મામલે એફઆઇઆર નોંધાવી હતી, જેના આધારે ઇડીએ મની લોન્ડરિંગની તપાસ શરૂ કરી હતી.

ત્રણ માસ્ટરમાઇન્ડ સામે પુરાવા

તપાસ દરમિયાન જાણવા મળ્યું કે ત્રણ યુવકો – અર્જુન ગુલાટી, દિવ્યાંશ ગોયલ અને અભિનવ કાલરા – આ રેકેટના મુખ્ય આરોપી છે. તેઓ નોઇડા અને ગુરુગ્રામમાં કોલ સેન્ટરો ચલાવતા હતા, જ્યાંથી ટેક્નિકલ સપોર્ટ આપવાના બહાને અમેરિકન

નાગરિકો સાથે છેતરપિંડી થતી હતી.

આ આરોપીઓ પીડિતોના બેંક ખાતામાં ગેરકાયદે પ્રવેશ મેળવી નાણાં વિદેશી ખાતામાં ટ્રાન્સફર કરાવતા. ત્યારબાદ જટિલ લેવડદેવડ દ્વારા આ રૂપિયા ફરી ભારતમાં પરત લાવવામાં આવતા હતા.

અન્ય શહેરોમાં પણ રેકેટ

તાજેતરમાં પુણે પોલીસે પણ આવા જ એક નકલી કોલ સેન્ટરનો પર્દાફાશ કર્યો હતો, જ્યાંથી હજારો અમેરિકન નાગરિકો સાથે ઠગાઈ કરાઈ હતી.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now