Home Sports Qualifier 1 What Will Be New For Both The Teams

બંને 'trophyless team' ક્વોલીફાયર-1 માટે ટકરાશે : આજે RCB અને PBKS વચ્ચે તીખો મુકાબલો. જાણો બંને ટીમ્સમાં શું ફેરફાર?

બંને 'trophyless team' ક્વોલીફાયર-1 માટે ટકરાશે
Published by: OBS Bureau
Last Updated: May 29, 2025, 08:38 AM IST

આજનો દિવસ IPLના ઇતિહાસમાં ખાસ રહેશે. IPL 2025ના ક્વોલીફાયર-1 માટે આજે પંજાબ કિંગ્સ (PBKS) અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) મુલલાનપુરમાં ભીડવાના છે. બંનેએ અત્યાર સુધી ક્યારેય IPLનું ટાઈટલ નથી જીત્યું એટલે આજનો મુકાબલો ફક્ત વિજય માટે નહિ, પણ વર્ષોની ભુખ શાંત કરવા અને ઇતિહાસ રચવા માટે જામશે.

પંજાબ છેલ્લે 2014માં ફાઈનલ સુધી પોહોચ્યું હતી, પણ જીત ન મળી. RCB માટે પણ એવું જ કહીએ તો ખોટું નહીં, 2016માં ફાઈનલ સુધી પહોંચ્યા, પણ ત્યાર બાદ ટાઈટલ માત્ર એક સપનું રહ્યું. બંને ટીમો માટે આજની જીતનો અર્થ છે, સીધો ફાઈનલમાં પ્રવેશ. હારનાર ટીમે ઇલિમિનેટર 2 રમવું પડશે, એટલે હાર છતાં હજી એક તક રહેશે. પણ ફાઈનલમાં પ્રવેશ મેળવવાની સીધી તક આજે જ છે આથી પ્રેશર બંને તરફ સમાન છે.

શું વિરાટ ડેવિડનો રેકોર્ડ તોડી શકશે?



આજનો મુકાબલો વિરાટ કોહલી માટે પણ ખાસ છે. જો તેઓ આજે ખાસ પ્રદર્શન કરે તો તેઓ પંજાબ કિંગ્સ સામે સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બની શકે છે. હાલમાં આ રેકોર્ડ ડેવિડ વોર્નરના નામે છે, જેમણે પંજાબ સામે 1,076 રન બનાવ્યા છે. કોહલી પાસે હાલ 1,042 રન છે, એટલે માત્ર 35 રન બનાવવાથી તેઓ આ રેકોર્ડ તોડીને નવા શિખર પર પહોંચી શકે છે.

બંને ટીમ્સમાં શું ફેરફાર
બંને ટીમોએ આ મેચ માટે પોતાના પ્લેઇંગ ઇલેવનમાં થોડા ફેરફાર કર્યા છે. પંજાબ માટે સૌથી મોટો જટકો એ છે કે ટીમના મુખ્ય ખિલાડી એવો માર્કો યાન્સન દક્ષિણ આફ્રિકા પરત ફરી ગયો છે. તેના સ્થાને આજે અજમતુલ્લાહ ઓમરઝઈને રમાડવામાં આવશે. યૂઝવેન્દ્ર ચહેલ ઈજાના પછી ફરી ટીમમાં પરત ફર્યો છે, જે પંજાબની સ્પિન બોલિંગને મજબૂતી આપશે.



બીજી તરફ RCB માટે ખુશખબર છે કે જોશ હેઝલવુડ ઈજાથી પુરી રીતે સાજો થયો છે અને આજે રમશે. બોલિંગ વિભાગમાં તે મોટી ભૂમિકા નિભાવશે. ઉપરાંત, ટીમમાં રજત પાટીદાર કેપ્ટન તરીકે આગળ વધ્યો છે, જયારે જીતેશ શર્મા લખનવ સુપરજાયન્ટ્સની મેચમાં શાનદાર પ્રદશન કરી નાયબ કેપ્ટન બની ગયા છે, બંને પાસે ઓછો આંતરરાષ્ટ્રીય અનુભવ છે, પણ આ સિઝનમાં બંનેનું અદ્ભુત પ્રદશન રહ્યું છે.

આજના સંભવિત ઇલેવન
પંજાબ કિંગ્સ (PBKS):
પ્રિયાન્શ આર્યા, પ્રભસિમરન સિંહ, જોશ ઇન્ગ્લિસ (વિકેટકીપર), શ્રેયસ અય્યર (કેપ્ટન), નેહલ વડેરા, શશાંક સિંહ, માર્કસ સ્ટોઇનિસ, અજમતુલ્લાહ ઓમરઝઈ, કાઈલ જેમિસન, અર્શદીપ સિંહ, યુઝવેન્દ્ર ચહેલ

રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB):
વિરાટ કોહલી, ફિલ સોલ્ટ, મયંક અગ્રવાલ, રજત પાટીદાર (કેપ્ટન), જીતેશ શર્મા (વિકેટકીપર), ક્રુનલ પંડ્યા, લિયમ લિવિંગસ્ટોન, રોમારિઓ શેફર્ડ, ભુવનેશ્વર કુમાર, યશ દયાલ, જોશ હેઝલવુડ

મેચ જીતનાર ફાઈનલમાં સીધો પ્રવેશ કરશે, જ્યારે હારનારને હજી એક તક મળશે. એટલે આજની રાત ફક્ત ક્રિકેટ નહીં, એક ઇતિહાસ સર્જતી તક છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now