Home Sports Pv Sindhu Is Now One Win Away From Her Sixth Medal

PV Sindhu હવે તેના છઠ્ઠા મેડલથી એક જીત દૂર : 2021 પછી પહેલીવાર ક્વાર્ટર ફાઇનલમાં એન્ટ્રી

PV Sindhu હવે તેના છઠ્ઠા મેડલથી એક જીત દૂર
Published by: OBS Bureau
Last Updated: Aug 28, 2025, 01:33 PM IST

PV Sindhu Into Quarterfinals of the BWF World Championships: ભારતની સ્ટાર બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુએ વિશ્વમાં બીજા નંબરની ચીનની Wang Zhiyi ને 21-19, 21-15 થી હરાવીને વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપના ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો. પેરિસમાં ચાલી રહેલી આ ટુર્નામેન્ટમાં પીવી સિંધુ શાનદાર રમી રહી છે. તેને અત્યાર સુધીની તેની ત્રણેય મહિલા સિંગલ્સ મેચમાં એક પણ ગેમ હારી નથી.

હવે આગળની મેચ

હવે 29 ઓગસ્ટ (શુક્રવાર) ના રોજ ક્વાર્ટર ફાઇનલમાં, સિંધુનો સામનો ઇન્ડોનેશિયાની Putri Kusuma Wardani સાથે થશે, જેનું વર્લ્ડ રેન્કિંગમાં નવમાં ક્રમે છે. 23 વર્ષીય વર્દાની આ વર્ષે સારા ફોર્મમાં છે. તેને 27 મેચ જીતી છે અને ફક્ત 12 હારનો સામનો કર્યો છે. બીજી તરફ, પીવી સિંધુ આ વર્ષે 12 મેચ હારી છે અને ફક્ત નવ જીતી છે.

છઠ્ઠા મેડલથી એક જીત દૂર

15મી ક્રમાંકિત પીવી સિંધુનો વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં શાનદાર રેકોર્ડ છે. સિંધુ 2019માં આ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીતવામાં સફળ રહી હતી. આ ઉપરાંત, તેને વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં બે સિલ્વર મેડલ અને બે બ્રોન્ઝ મેડલ પણ જીત્યા છે. જો સિંધુ ક્વાર્ટર-ફાઇનલ મેચ જીતી જાય છે, તો આ સ્પર્ધામાં તેનો છઠ્ઠો મેડલ હશે.

2021 પછી પહેલીવાર બન્યા સંજોગો

પીવી સિંધુ 2021 પછી પ્રથમ વખત વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપની ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી છે. સિંધુએ તેના ફોર્મની ઝલક બતાવી જેણે તેને રિયો ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ અને 2019 વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ચીની ખેલાડી Wang Zhiyi સામે ગોલ્ડ મેડલ જીત્યો હતો. તેને ચીની ખેલાડી સામે સતત સારું પ્રદર્શન કર્યું છે. 48 મિનિટ સુધી ચાલેલી મેચમાં સિંધુએ વાંગને ઘણી પરેશાન કરી હતી. બીજી તરફ, પીવી સિંધુની જીત પહેલા, ભારતીય ચાહકો માટે વધુ એક સારા સમાચાર આવ્યા. ધ્રુવ કપિલા અને તનિષા ક્રાસ્ટોની જોડીએ હોંગકોંગની 5મી ક્રમાંકિત તાંગ ચુન મેન અને ત્સે યિંગ સુએટને 19-21, 21-12, 21-15 થી હરાવીને મિક્સ ડબલ્સના ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now