Home International Putin India Visit Defense Deal Operation Sindoor Russia Gujarati News

1970થી ઑપરેશન સિંદૂર સુધી : ભારત-રશિયાના ઐતિહાસિક સંબંધોની ગાથા

1970થી ઑપરેશન સિંદૂર સુધી
Published by: OBS Bureau
Last Updated: Dec 01, 2025, 04:02 PM IST

ભારત અને રશિયાની જૂની મિત્રતા હવે નવા મુકામ પર પહોંચવા જઈ રહી છે. રશિયન પ્રેસિડન્ટ વ્લાદિમીર પુતિન ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ખાસ આમંત્રણ પર 4 અને 5 ડિસેમ્બરે ભારતની મુલાકાતે આવી રહ્યા છે. આ હાઈ પ્રોફાઈલ વિઝિટ દરમિયાન બંને દેશો વચ્ચે સંરક્ષણ ક્ષેત્રે મહત્વના કરારો થવાની શક્યતા છે. ખાસ કરીને મિસાઈલ ટેકનોલોજી એર ડિફેન્સ સિસ્ટમ ફાઈટર જેટ્સ અને ઈલેક્ટ્રોનિક વોરફેર જેવા આધુનિક ક્ષેત્રોમાં સહયોગ વધારવા પર ભાર મૂકવામાં આવશે.

ઓપરેશન સિંદૂરમાં રશિયન ટેકનોલોજીનો કમાલ

તાજેતરમાં જ પાર પડેલા ઓપરેશન સિંદૂર દરમિયાન ભારત અને રશિયાની પાર્ટનરશિપ દુનિયાએ જોઈ હતી. આ ઓપરેશનમાં રશિયન બનાવટના શસ્ત્રો અને ટેકનોલોજીએ ભારતની સફળતામાં ચાવીરૂપ ભૂમિકા ભજવી હતી. યુદ્ધના મેદાનમાં દુશ્મનો પર ભારતને જે મજબૂત પકડ મળી હતી તેના પાયામાં રશિયન મિસાઈલ સિસ્ટમ અને એર ડિફેન્સની તાકાત હતી. આ ઘટનાક્રમ બાદ બંને દેશો વચ્ચેના સંરક્ષણ સંબંધો વધુ ગાઢ બન્યા છે.

બ્રહ્મોસ અને જૂનો ઇતિહાસ

સંરક્ષણ બાબતે ભારત અને રશિયાનો સંબંધ દાયકાઓ જૂનો છે. 1970ના દાયકામાં પણ ઈન્ડિયન એરફોર્સ રશિયન બનાવટની સેમ 2 મિસાઈલનો ઉપયોગ કરતી હતી. આ જ પરંપરા આગળ વધતા બ્રહ્મોસ મિસાઈલ તૈયાર થઈ જેનું નામ ભારતની બ્રહ્મપુત્રા અને રશિયાની મોસ્કો નદી પરથી રાખવામાં આવ્યું છે. ઓપરેશન સિંદૂર વખતે આ સુપરસોનિક ક્રુઝ મિસાઈલે દુશ્મનના ઠેકાણાઓને પિન પોઈન્ટ એક્યુરસી સાથે નેસ્તનાબૂદ કર્યા હતા.

એસ 400 અને સુખોઈ બન્યા ગેમ ચેન્જર

રશિયા પાસેથી ખરીદવામાં આવેલી અત્યાધુનિક એસ 400 એર ડિફેન્સ સિસ્ટમ સુરક્ષાની દ્રષ્ટિએ ગેમ ચેન્જર સાબિત થઈ છે. આ સિસ્ટમે હવાઈ હુમલાઓ સામે અભેદ સુરક્ષા કવચ પૂરું પાડ્યું હતું. આ ઉપરાંત ભારતીય વાયુસેનાની કરોડરજ્જુ ગણાતા સુખોઈ ફાઈટર જેટ્સે પણ ઓપરેશન દરમિયાન મહત્વના હુમલા કર્યા હતા. ઉલ્લેખનીય છે કે સુખોઈ વિમાનોનું ઉત્પાદન રશિયાના લાઈસન્સ હેઠળ ભારતમાં જ કરવામાં આવે છે જે મેક ઈન ઈન્ડિયાનું ઉત્તમ ઉદાહરણ છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now