Home Entertainment Pushpa2 Fame Allu Arjun Booked After Death Of A Woman In Hydrabad

'પુષ્પા' પર પોલીસ કેસ : અલ્લુ અર્જુનને જોવા હૈદરાબાદના થિયેટર બહાર જામી હતી ભીડ, નાસભાગમાં મહિલાનું મોત

'પુષ્પા' પર પોલીસ કેસ
Published by: OBS Bureau
Last Updated: Dec 06, 2024, 07:32 AM IST

પુષ્પા ફિલ્મથી પેન ઇન્ડિયા સુપરસ્ટારની ખ્યાતિ પામેલા અલ્લુ અર્જુન મોટી મુશ્કેલીમાં ફસાયા છે. પુષ્પા-2ની સમગ્ર દેશભરમાં ધૂમ મચાવી છે. તેવામાં પુષ્પા-2 ફિલ્મના સેન્સેસન હીરો અલ્લુ અર્જુન સામે FIR નોંધાઇ છે. અલ્લુ સામે એક મહિલાનું બેદરકારીપૂર્વક મોત નીપજવવાના કેસમાં ફરિયાદ નોંધાઇ છે. 


શું છે મામલો? 
અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્પા-2ના પ્રિમિયરમાં એક દુ:ખદ ઘટના બની. હૈદરાબાદના સંધ્યા થિયેટરમાં પુષ્પા-2ના પ્રિમિયર સમયે પોતાના ફેવરીટ સ્ટારની એક ઝલક પામવા ફેન્સની એટલી ભીડ જામી હતી કે નાસભાગ અને ગૂંગળામણમાં એક મહિલાનું મોત નીપજ્યું. જ્યારે તેમનો પુત્ર પણ ભીડમાં દબાઇને બેહોશ થયો હતો. સમગ્ર ઘટના બાદ પોલીસના કાફલાએ ભીડ પર કાબૂ મેળવી બેહોશ દીકરાને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. જ્યારે મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો. સમગ્ર ઘટના બાદ અલ્લુ અર્જુન પર કેસ નોંધાયો છે.

અલ્લુ સામે શું લાગ્યો આરોપ? 

અલ્લુ અર્જુન પર FIRમાં આરોપ લગાવાયો છે કે અલ્લુએ અગાઉ જાણ કર્યા વિના તે સીધો થિયેટર પહોંચી ગયો હતો. અભિનેતાએ પોલીસને જાણ કર્યા વિના જ થિયેટર પહોંચી જતાં ત્યાં સુરક્ષા અને વ્યવસ્થાના અભાવે ભીડ બેકાબૂ બની અને મહિલાનું ગૂંગળાઇ જવાથી મોત થયું. FIRમાં અભિનેતા અલ્લુ અર્જુન સહિત કાર્યક્રમના આયોજકો સામે પણ ફરિયાદ નોંધાઇ છે. 

સ્થાનિક પોલીસના જણાવ્યા અનુસાર સમગ્ર ઘટના હૈદરાબાદના સંધ્યા થિયેટરમાં બની. જ્યાં 35 વર્ષની રેવતી નામની મહિલા અને તેનો 13 વર્ષનો શ્રીતેજ નામનો પુત્ર પણ હાજર હતો. જ્યાં ભીડમાં ગૂંગળાઇ જવાથી મહિલાનું મોત થયું જ્યારે હાલ 13 વર્ષના શ્રીતેજનો હોસ્પિટલમાં ઇલાજ ચાલી રહ્યો છે. હૈદરાબાદ પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ 105 અને 118(1) હેઠળ અભિનેતા સામે કેસ દાખલ કર્યો છે. 






joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now