Home National Punjab Mukhyamantri Mawan Dhiyan Satkar Yojana Monthly Financial Assistance Women

મહિલાઓ માટે ખૂશ ખબર! : 1 જુલાઈથી ખાતામાં જમા થશે ₹1,000, જાણો કયા રાજ્યનીમહિલાઓને થશે ફાયદો

મહિલાઓની છબી
Image Credit: AI
Published by: Niraj Chokshi
Last Updated: Jun 04, 2026, 01:30 AM IST

પંજાબ સરકાર દ્વારા મહિલાઓના આર્થિક સશક્તિકરણ માટે શરૂ કરવામાં આવેલી ‘મુખ્યમંત્રી માવાં-ધીયાં સત્કાર યોજના’ હવે અમલી બનવા જઈ રહી છે. રાજ્ય સરકારના જણાવ્યા અનુસાર આગામી 1 જુલાઈ 2026થી યોજનાનો લાભ મળવાનું શરૂ થશે, જેના હેઠળ સામાન્ય મહિલાઓને દર મહિને ₹1,000 જ્યારે અનુસૂચિત જાતિ (દલિત) વર્ગની મહિલાઓને ₹1,500ની સીધી આર્થિક સહાય આપવામાં આવશે. રાજ્યની અંદાજે 52 લાખ મહિલાઓને આ યોજનાનો લાભ મળશે, જ્યારે અત્યાર સુધીમાં લગભગ 35 લાખ લાભાર્થીઓ માટે ઓળખ કાર્ડ પણ જારી કરવામાં આવ્યા છે.

મહિલાઓને આર્થિક રીતે વધુ મજબૂત બનાવવાના ઉદ્દેશ સાથે શરૂ કરાયેલી આ યોજના પંજાબ સરકારની સૌથી મહત્વાકાંક્ષી સામાજિક કલ્યાણ યોજનાઓમાંની એક માનવામાં આવી રહી છે. રાજ્યના મુખ્યમંત્રી ભગવંત માને બજેટ 2026-27 દરમિયાન આ યોજનાની જાહેરાત કરી હતી.

મહિલાઓને સીધી આર્થિક મદદનો લાભ

રાજ્ય સરકારનું માનવું છે કે ઘણી મહિલાઓ હજુ પણ પરિવારની આવક પર સંપૂર્ણપણે નિર્ભર છે. આવી સ્થિતિમાં દર મહિને મળનારી આ સહાય તેમને પોતાની નાની-મોટી જરૂરિયાતો પૂરી કરવામાં મદદરૂપ બનશે. ખાસ કરીને ગરીબ અને આર્થિક રીતે નબળા વર્ગની મહિલાઓ માટે આ યોજના રાહતરૂપ સાબિત થઈ શકે છે. યોજનાની સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે સહાયની રકમ કોઈ મધ્યસ્થી વિના સીધી મહિલાઓના બેંક ખાતામાં ડાયરેક્ટ બેનેફિટ ટ્રાન્સફર (DBT) દ્વારા જમા કરવામાં આવશે. જેના કારણે પારદર્શિતા જળવાઈ રહેશે અને લાભાર્થીઓને સમયસર સહાય મળશે.

આ પણ વાંચો: Offbeat Explained - New Solar Policy : શું રૂફટોપ સોલાર પેનલ વધુ મોંઘા થશે? ગ્રાહકો પર કેવી અસર પડશે? સમજો સંપૂર્ણ ગણિત

શું છે 'મુખ્યમંત્રી માવાં-ધીયાં સત્કાર યોજના'?

પંજાબ સરકાર દ્વારા શરૂ કરાયેલી આ યોજના મહિલાઓને નાણાકીય સુરક્ષા અને આત્મનિર્ભરતા આપવા માટે તૈયાર કરવામાં આવી છે. સરકારનું માનવું છે કે મહિલાઓ આર્થિક રીતે મજબૂત બનશે તો પરિવાર અને સમાજ બંનેના વિકાસમાં સકારાત્મક ફાળો આપી શકશે.

યોજના હેઠળ રાજ્યની પાત્ર મહિલાઓને દર મહિને નિયમિત નાણાકીય સહાય આપવામાં આવશે. સામાન્ય વર્ગની મહિલાઓને ₹1,000 જ્યારે દલિત મહિલાઓને ₹1,500ની સહાય મળશે. રાજ્ય સરકારના અંદાજ મુજબ આ યોજનાથી લાખો પરિવારોને સીધો લાભ થશે.

કોણ મેળવી શકશે યોજનાનો લાભ?

સરકાર દ્વારા જાહેર કરાયેલા માપદંડો અનુસાર યોજનાનો લાભ મેળવવા માટે કેટલીક શરતો નક્કી કરવામાં આવી છે. સૌપ્રથમ લાભાર્થી મહિલા પંજાબ રાજ્યની કાયમી રહેવાસી હોવી જરૂરી છે. ઉપરાંત મહિલાની ઉંમર 18 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ. સહાયની રકમ સીધી બેંક ખાતામાં જમા થવાની હોવાથી મહિલાનું આધાર કાર્ડ બેંક ખાતા સાથે લિંક થયેલું હોવું જરૂરી છે. સરકારનું કહેવું છે કે યોગ્ય દસ્તાવેજો અને ચકાસણી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જ લાભાર્થીઓને યોજનામાં સામેલ કરવામાં આવશે.

આ પણ વાંચો: ગરમીથી ત્રાહિમામ લોકો માટે ખુશીના સમાચાર! : આગામી 24 કલાકમાં આવશે પલટો, આવનારા 7 દિવસ ભારે વરસાદની આગાહી

અરજી માટે જરૂરી દસ્તાવેજો

યોજનામાં નોંધણી કરાવવા માટે મહિલાઓએ કેટલાક આવશ્યક દસ્તાવેજો રજૂ કરવા પડશે. જેમાં આધાર કાર્ડ, બેંક પાસબુકની નકલ, પંજાબનું રહેણાંક પ્રમાણપત્ર, મતદાર ઓળખ કાર્ડ અથવા રેશન કાર્ડ તેમજ આધાર સાથે નોંધાયેલ મોબાઇલ નંબરનો સમાવેશ થાય છે. આ દસ્તાવેજોના આધારે અરજદારની ઓળખ અને પાત્રતાની ચકાસણી કરવામાં આવશે.

અરજી કેવી રીતે કરવી?

'મુખ્યમંત્રી માવાં-ધીયાં સત્કાર યોજના' માટે અરજી પ્રક્રિયા હાલ ઓફલાઇન રાખવામાં આવી છે. પાત્ર મહિલાઓ પોતાના નજીકના આંગણવાડી કેન્દ્ર, સેવા કેન્દ્ર અથવા નગરપાલિકા/મ્યુનિસિપલ કચેરી ખાતે જઈને અરજી કરી શકે છે.

રાજ્ય સરકાર દ્વારા વિવિધ જિલ્લાઓમાં ખાસ સહાય કેન્દ્રો પણ શરૂ કરવામાં આવ્યા છે, જ્યાં મહિલાઓને અરજી પ્રક્રિયા અંગે માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. ઉપરાંત યોજનાની વધુ માહિતી માટે સત્તાવાર વેબસાઇટ પર પણ વિગતો ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

52 લાખ મહિલાઓને મળશે સીધો લાભ

સરકારી આંકડા મુજબ યોજનાનો વ્યાપ ખૂબ મોટો છે. રાજ્યમાં અંદાજે 52 લાખ મહિલાઓ આ યોજનાના દાયરામાં આવશે. અત્યાર સુધીમાં 35 લાખથી વધુ લાભાર્થીઓની પ્રાથમિક નોંધણી અને કાર્ડ વિતરણની પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે.

આ યોજના અમલમાં આવ્યા બાદ રાજ્ય સરકાર પર હજારો કરોડ રૂપિયાનો વાર્ષિક ખર્ચ થવાનો અંદાજ છે, પરંતુ સરકારનું કહેવું છે કે મહિલાઓના સશક્તિકરણ માટે આ ખર્ચ એક મહત્વપૂર્ણ રોકાણ સાબિત થશે.

આ પણ વાંચો: એવિએશન સેક્ટરને મોદી સરકારની મોટી રાહત! : એરલાઇન્સ અને મુસાફરોને બચાવવા ₹10,000 કરોડના સ્પેશિયલ ફંડને મંજૂરી

મહિલાઓના સશક્તિકરણ તરફ મહત્વપૂર્ણ પગલું

નિષ્ણાતોના મતે મહિલાઓને નિયમિત નાણાકીય સહાય મળવાથી તેઓ પોતાની જરૂરિયાતો માટે અન્ય પર નિર્ભર નહીં રહે અને તેમના આત્મવિશ્વાસમાં વધારો થશે. ખાસ કરીને ગરીબ, વિધવા, એકલ મહિલા અને સામાજિક રીતે પછાત વર્ગની મહિલાઓ માટે આ યોજના ઉપયોગી બની શકે છે.

1 જુલાઈથી શરૂ થનારી ‘મુખ્યમંત્રી માવાં-ધીયાં સત્કાર યોજના’ પંજાબમાં મહિલાઓના આર્થિક સશક્તિકરણ માટે એક મહત્વપૂર્ણ પહેલ તરીકે જોવામાં આવી રહી છે. હવે રાજ્યની લાખો મહિલાઓને દર મહિને મળનારી આ સહાય તેમના જીવનમાં કેટલી હદ સુધી સકારાત્મક પરિવર્તન લાવે છે તે આવનારા સમયમાં સ્પષ્ટ થશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now