Home Gujarat Provincial Officer Takes Action On Chotila Highway Trucks Loaded With Green Wood Seized

ચોટીલા હાઇવે પર પ્રાંત અધિકારીની કાર્યવાહી : ₹2.40 કરોડના ગેરકાયદેસર લીલા લાકડા ભરેલા 15 ટ્રક જપ્ત!

ચોટીલા હાઇવે પર પ્રાંત અધિકારીની કાર્યવાહી
Published by: OBS Bureau
Last Updated: Dec 20, 2025, 12:19 PM IST

Strict action by Chotila Provincial Officer: સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા પ્રાંત અધિકારી હરેશ મકવાણા દ્વારા રાત્રિના સમયે નેશનલ હાઈવે પર ઓચિંતું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન રાજકોટ-ચોટીલા હાઈવે પર શંકાસ્પદ હાલતમાં પસાર થઈ રહેલા ટ્રકોને અટકાવી તપાસ કરતા મોટા પાયે ગેરકાયદેસર પ્રવૃત્તિ સામે આવી હતી.

કરોડોનો મુદ્દામાલ અને ટ્રકો જપ્ત

તપાસ દરમિયાન અધિકારીએ લીલા લાકડાથી ભરેલા કુલ 15 જેટલા ટ્રકોને ઝડપી પાડ્યા હતા. આ તમામ ટ્રકોમાં રહેલા લાકડા અને વાહનોની અંદાજિત કિંમત ₹2.40 કરોડ જેટલી આંકવામાં આવી છે. કોઈપણ જાતની મંજૂરી કે ઓફિશિયલ પાસ-પરમિટ વગર આટલા મોટા જથ્થામાં લીલા લાકડાને લઈ જવામાં આવી રહ્યા હતા.

વૃક્ષ છેદન ધારા હેઠળ કાયદેસરની કાર્યવાહી

ગેરકાયદેસર રીતે વૃક્ષોનું છેદન કરી તેને લઈ જતાં 15 ટ્રકોના માલિકો અને ડ્રાઈવરો સામે વહીવટી તંત્રએ તપાસ શરૂ કરી છે. આ તમામ આરોપીઓ વિરુદ્ધ 'વૃક્ષ છેદન ધારો 1951' અંતર્ગત ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

પર્યાવરણ સુરક્ષા માટે લાલબત્તી

લીલા વૃક્ષોનું ગેરકાયદેસર છેદન પર્યાવરણ માટે ગંભીર ખતરો સમાન છે. પ્રાંત અધિકારીની આ કાર્યવાહીથી લાકડા ચોરી અને ગેરકાયદેસર લાકડાની હેરાફેરી કરતા તત્વોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. જપ્ત કરાયેલ મુદ્દામાલ અને આરોપીઓ અંગે વધુ તપાસ હાલ ચાલી રહી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now