Home Tech/Gadgets Priority Notifications And New Ai Features Found In Apple New Update Know How To Use Them

Appleના નવા અપડેટમાં મળી Priority Notifications : જાણો કેવી રીતે થઈ શકે છે ઉપયોગ

Appleના નવા અપડેટમાં મળી Priority Notifications
Published by: OBS Bureau
Last Updated: Feb 23, 2025, 04:40 AM IST

એપલે iPhone યૂઝર્સ માટે iOS 18.4નું પહેલું બીટા અપડેટ જાહેર કર્યું છે. આ અપડેટમાં ઘણી નવી સુવિધાઓ ઉમેરવામાં આવી છે, જેમાંથી સૌથી મહત્વપૂર્ણ Priority Notifications છે. આ ફીચરનો ઉપયોગ કરીને જરૂરી સુવિધા પહેલા જરૂરી Notifications પહેલા મોકલવામાં આવે છે.

Priority Notifications શું છે?
કઈ Notification સૌથી મહત્વપૂર્ણ છે તે નક્કી કરવા માટે પ્રાયોરિટી નોટિફિકેશન ફીચર ઓન-ડિવાઇસ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરે છે. આ સુવિધા આ સૂચનાઓને લોક સ્ક્રીન પર એક અલગ વિભાગમાં બતાવે છે જેથી યુઝર્સ તરત જ જરૂરી Notifications જોઈ શકે.

Priority Notifications કેવી રીતે ચાલુ કરવી?

આ ફીચર મૂળભૂત રીતે બંધ હોય છે, પરંતુ તેને સરળતાથી ઓન કરી શકાય છે.

તમારા iPhone પર સેટિંગ્સમાં જાઓ.

Notifications વિકલ્પ પસંદ કરો. નીચે સ્ક્રોલ કરો અને Notificationsને ટેપ કરો.

Prioritize Notificationsને ચાલુ કરો.

એકવાર તમે Priority Notifications ચાલુ કરી લો તે પછી, મહત્વપૂર્ણ Notificationsને તમારા આઇફોનની લોક સ્ક્રીન પર અલગથી દેખાશે, જેથી તમે મહત્વપૂર્ણ Notificationsને ચૂકી ન શકો.

iOS 18.4માં નવા ફીચર્સ
આ અપડેટમાં, માત્ર Priority Notifications જ નહીં, પરંતુ અન્ય ઘણા સુધારાઓ પણ કરવામાં આવ્યા છે

iOS 18.4 હવે ફ્રેન્ચ, જર્મન, ઇટાલિયન, પોર્ટુગીઝ, સ્પેનિશ, જાપાનીઝ, કોરિયન અને ચાઇનીઝ સહિત 10 નવી ભાષાઓને સપોર્ટ કરે છે.

એપલ ઇન્ટેલિજન્સ અપગ્રેડ-અપડેટમાં AI ટેકનોલોજીમાં વધુ સુધારો કરવામાં આવ્યો છે, જે આઇફોન યુઝર્સને અનુભવને વધુ સરળ બનાવશે.

વધુ સારુ પરફોર્મન્સ અને સિક્યુરિટી- એપલે સિસ્ટમને વધુ સુરક્ષિત અને ઝડપી બનાવવા માટે ઘણા સુધારા કર્યા છે.

iOS 18.4 અપડેટ આઇફોન યુઝર્સ માટે એક મોટું અપગ્રેડ સાબિત થઈ શકે છે, ખાસ કરીને એ લોકો માટે જે લોકો Notificationsમાં સુધારો કરવા માગે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now