Home Entertainment Powerful Trailer Of Madhuri Dixits Mrs Deshpande Released

માધુરી દીક્ષિતનો ધમાકેદાર OTT ડેબ્યૂ : 'Mrs. Deshpande' નું પાવરફુલ ટ્રેલર રિલીઝ, જાણો ક્યારે અને ક્યાં જોવા મળશે?

માધુરી દીક્ષિતનો ધમાકેદાર OTT ડેબ્યૂ
Published by: OBS Bureau
Last Updated: Dec 02, 2025, 05:32 AM IST

Mrs. Deshpande Trailer Out: બોલિવૂડની ધકધક ગર્લ માધુરી દીક્ષિત પહેલી વાર OTT પર આવી રહી છે અને તે પણ એકદમ અલગ અને શક્તિશાળી અવતારમાં! નાગેશ કુકુનૂર દિગ્દર્શિત થ્રિલર સિરીઝ “Mrs. Deshpande”નું ટ્રેલર સોમવારે મુંબઈમાં લોન્ચ થયું અને ટ્રેલર જોતાં જ દર્શકોના રૂંવાડા ઊભા થઈ ગયા.

ટ્રેલરમાં શું છે ખાસ?

માધુરીનું પાત્ર નાયલોનના દોરડાથી લોકોનું ગળું દબાવીને હત્યા કરૂપે બતાવવામાં આવ્યું છે

મૃતદેહોને અરીસા સામે મૂકવામાં આવે છે – એક 25 વર્ષ જૂના સીરીયલ કિલર જેવું લાગે છે

પોલીસ માધુરીની પૂછપરછ કરે છે, તો તે કહે છે, “હું અહીં અંદર છું… કોઈ મારી નકલ કરી રહ્યું છે

પછી માધુરી પોલીસ સાથે ડીલ કરે છે: “તમને મારી મદદ જોઈએ, પણ મને પણ કંઈક જોઈએ છે”

એટલે કે આ શોમાં માધુરી એક રહસ્યમય, મલ્ટી-લેયર્ડ અને ખૂબ જ પાવરફુલ પાત્ર ભજવી રહી છે.

દર્શકોની પ્રતિક્રિયા

ટ્રેલર રિલીઝ થતાં જ સોશિયલ મીડિયા પર ધૂમ મચી ગઈ

“મેં માધુરીને આવા અવતારમાં ક્યારેય જોઈ નથી!”

“ક્વીન સ્ક્રીન પર રાજ કરવા પાછી આવી છે”

“આ શો બ્લોકબસ્ટર બનવાનો છે, માધુરી હંમેશા ચમકે છે”

ક્યારે અને ક્યાં જોવા મળશે?

“Mrs. Deshpande” 19 ડિસેમ્બર 2025ના રોજ JioHotstar પર સ્ટ્રીમ થશે. જો તમને પણ થ્રિલર અને માધુરીનો જલવો જોવો હોય, તો કેલેન્ડરમાં 19 ડિસેમ્બર માર્ક કરી લેજો, કારણ કે આ વખતે ધકધક ગર્લ નહીં, “ખૂની” ગર્લ આવી રહી છે!

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now