Home Automobile Powerful Hybrid Luxury Sedan At 48 Lakhs Toyota Camry 2025

48 લાખમાં શક્તિશાળી હાઈબ્રિડ લક્ઝરી સેડાન : TOYOTA CAMRY 2025

48 લાખમાં શક્તિશાળી હાઈબ્રિડ લક્ઝરી સેડાન
Published by: OBS Bureau
Last Updated: Jul 09, 2025, 06:13 PM IST

જાપાનની જાણીતી ઓટોમોબાઇલ કંપની ટોયોટાએ પોતાની લક્ઝરી સેડાન કેમરી 2025 ભારતમાં લોન્ચ કરી છે. કંપનીએ આ કારમાં નવી પેઢીની હાઇબ્રિડ ટેકનોલોજી અને અનેક અદ્યતન સુવિધાઓનો સમાવેશ કર્યો છે. આ કારની એક્સ-શોરૂમ કિંમત ₹48 લાખ છે.

ટેકનિકલ સ્પેસિફિકેશન અને ડિઝાઇન
નવી ટોયોટા કેમરીને TNGA-K પ્લેટફોર્મ પર ડિઝાઇન કરવામાં આવી છે. તેમાં 2.5-લિટર પેટ્રોલ એન્જિન અને હાઇબ્રિડ મોટરનું સંયોજન છે. કંપનીના જણાવ્યા અનુસાર, હવે એન્જિન 230 હોર્સપાવર (HP) પાવર જનરેટ કરે છે, જે અગાઉની પેઢી કરતા 4% વધુ છે.
પાછલા મોડેલ કરતા આ કાર ₹1.83 લાખ મોંઘી છે.

ટેકનોલોજી અને માઇલેજ
ટોયોટા અનુસાર, નવી કેમરીનું માઇલેજ 30% વધુ થયું છે. તેમાં 7 ઇંચનું ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર અને 12.3 ઇંચનું ઇન્ફોટેનમેન્ટ ટચસ્ક્રીન છે, સાથે વાયરલેસ Apple CarPlay અને Android Auto કનેક્ટિવિટી પણ છે.

સેફ્ટી ફીચર્સ
નવી પેઢીની કેમરીમાં કેટલાક અદ્યતન સેફ્ટી ફીચર્સ ઉમેરવામાં આવ્યા છે:

9 એરબેગ્સ
પ્રી-કોલિઝન સિસ્ટમ
રડાર આધારિત ક્રુઝ કંટ્રોલ
પેડેસ્ટ્રિયન ડિટેક્શન
લેન ટ્રેસિંગ આસિસ્ટ
રોડ સાઇન આસિસ્ટ
360-ડિગ્રી કેમેરા અને પાર્કિંગ સેન્સર્સ

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now