Home Gujarat Posts Of 297 High Court Judges Are Vacant In The Country Rajya Sabha

દેશમાં હાઈકોર્ટના 297 ન્યાયાધીશના પદો ખાલી : શક્તિસિંહ ગોહિલે રાજ્યસભામાં ઉઠાવ્યો ગંભીર મુદ્દો

દેશમાં હાઈકોર્ટના 297 ન્યાયાધીશના પદો ખાલી
Play Video
Published by: OBS Bureau
Last Updated: Dec 04, 2025, 01:19 PM IST

દેશમાં ન્યાયપ્રણાલી ઉપર વધતું ભારણ અને લાંબી પડતી કેસોની સંખ્યા વચ્ચે હાઈકોર્ટમાં ન્યાયાધીશોની ખાલી જગ્યાઓ ફરી ચર્ચાનો વિષય બની છે. રાજ્યસભામાં શક્તિસિંહ ગોહિલે રજૂ કરેલા આંકડા મુજબ હાલમાં સમગ્ર દેશમાં હાઈકોર્ટના 297 ન્યાયાધીશના પદો ખાલી છે. જ્યારે માત્ર ગુજરાત હાઈકોર્ટમાં જ 16 પદો લાંબા સમયથી ખાલી છે, જેના કારણે ન્યાયપ્રક્રિયા મોડું થતી હોવા અંગે ગંભીર ચિંતાઓ વ્યક્ત કરવામાં આવી છે.

ફોજદારી ન્યાયશાસ્ત્ર મુજબ ટ્રાયલ પૂર્ણ થાય તે પહેલાં ધરપકડ કરાયેલા વ્યક્તિઓ જામીન મેળવવાનો હક ધરાવે છે. પરંતુ વાસ્તવિક પરિસ્થિતિ ખૂબ જુદી છે. જામીન માટે અરજીઓ અઠવાડિયા સુધી લંબાય છે, ક્યારેક તો મહિના-મહિના સુધી સુનાવણી પણ થતી નથી. જેના કારણે આરોપીઓ લાંબા સમય સુધી જેલમાં જ રહેવા મજબૂર બને છે. “તેમને ન્યાય ક્યાંથી મળશે?” એવો તીખો સવાલ ગોહિલે સંસદમાં ઉઠાવ્યો.

ખાલી પડેલા ન્યાયાધીશોના પદો સમયસર ન ભરાતા માત્ર કાર્યવાહી ધીમી જ નથી પડતી, પરંતુ સામાન્ય નાગરિકોનો ન્યાય પ્રત્યેનો વિશ્વાસ પણ અસરગ્રસ્ત થાય છે. પેન્ડિંગ કેસોની સંખ્યા ઝડપથી વધી રહી છે અને ન્યાય મેળવવાનો સમય વધુ લાંબો બનતો જાય છે. કોર્ટમાં વધુ બેળાં સ્ટાફ ન હોવાને કારણે અવનવા મહત્વના કેસો વારંવાર મુલતવી રહે છે, જેનાથી પીડિતો અને આરોપી બંને ત્રાસ અનુભવે છે.

શક્તિસિંહ ગોહિલે રાજ્યસભામાં માંગ કરી કે કેન્દ્ર સરકાર તાત્કાલિક પગલાં લઈ દેશભરના હાઈકોર્ટમાં ખાલી જગ્યાઓ ભરવા માટે ઝડપી કાર્યવાહી કરે. ન્યાયાધીશોની નિમણૂક તેજ ગતિએ થશે તો ન્યાયિક પદ્ધતિ પરનું દબાણ ઘટશે અને સામાન્ય નાગરિકોને સમયસર ન્યાય મળી શકશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now