Home Entertainment Poonam Pandey Viral Video Shows A Man Misbehaved And Trying To Kiss Poonam Watch Video

હાય હાય..પૂનમ સાથે જાહેરમાં શું કર્યું આ વ્યક્તિએ? : વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

હાય હાય..પૂનમ સાથે જાહેરમાં શું કર્યું આ વ્યક્તિએ?
Published by: OBS Bureau
Last Updated: Feb 22, 2025, 07:15 AM IST

પૂનમ પાંડે ફરીવાર ચર્ચામાં આવી છે. હવે આ પબ્લિસિટી સ્ટંટ હતો કે પછી હકિકતમાં આવુ થયું છે તે તો આવનારા સમયમાં ખબર પડશે પરંતુ હાલ પૂનમનો એક વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક શખ્સ જાહેર માર્ગ પર પૂનમ સાથે અભદ્ર વર્તન કરી રહ્યો છે. અને આ આખી ઘટના કેમેરામાં કેદ થઈ છે.

હકિકતમાં, પૂનમ પાંડે પેપ્સની સામે ફોટો માટે પોઝ આપી રહી હતી, ત્યારે અચાનક એક વ્યક્તિ આવે છે અને સેલ્ફી લેવાના બહાને તેની સાથે અભદ્ર વર્તન કરે છે, જેનાથી પૂનમ ડરી જાય છે.

શું છે આખો મામલો?
વીડિયોમાં તે લાલ ગાઉન અને ડેનિમ જેકેટમાં પાપારાઝી માટે પોઝ આપતી જોવા મળી રહી છે. તે હસતા હતા લોકો સાથે વાતો કરતી હતી અને તે સમયે, એક માણસ તેમની પાસે આવે છે. તે તેની બાજુમાં ઊભો રહે છે અને પૂનમને સેલ્ફી લેવાનું કહેતો જોવા મળે છે.

આ પછી, અચાનક તે પૂનમ પાંડે તરફ આગળ વધે છે અને કિસ કરવાનો પ્રયાસ કરે છે. જો કે, પૂનમ પાંડે, તેને ધક્કો મારી દે છે અને હાજર લોકો તે વ્યક્તિને લડે છે ધમકાવે છે. આ આખી ઘટના અંગે કેટલાક લોકોનું કહેવું છે કે આ પબ્લિસિટી સ્ટંટ છે. જોકે હકિકત શું છે તે તો પૂનમ જ જાણે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now