Home Entertainment Poonam Pandey Holy Dip In Sangam Prayagraj Mahakumbh

'મારા બધા પાપ ધોવાઈ ગયા' : પૂનમ પાંડેએ કર્યુ સંગમમાં સન્નન

'મારા બધા પાપ ધોવાઈ ગયા'
Published by: OBS Bureau
Last Updated: Jan 30, 2025, 08:34 AM IST

પ્રયાગરાજ સ્થિત મકાકુંભમાં સામાન્ય વ્યક્તિથી લઈને VVIP લોકો પણ ઉમટી રહ્યા છે. તેવામાં બોલીવુડની પણ અનેક હસ્તીઓ મહાકુંભમાં જોવા મળી રહી છે.



અભિનેત્રી પૂનમ પાંડે મૌની અમાવસ્યા નિમિત્તે પ્રયાગરાજ પહોંચી અને કુંભમાં સન્નાન કર્યું. પૂનમ પાંડેએ પહેલા જ જણાવ્યું હતું કે તે મહાકુંભમાં જશે. સ્નાન કર્યા પછી તે હોડીમાં બેસીને સંગમ કિનારે થોડીવાર ચાલ્યા. તેમણે ઈન્સ્ટાગ્રામ પર ફોટો પોસ્ટ કર્યો અને લખ્યું - 'મારા બધા પાપો ધોવાઇ ગયા છે.'

નાસભાગ પછી શું કહેવામાં આવ્યું
પૂનમ પાંડેએ પણ મૌની અમાવસ્યાની રાત્રે પ્રયાગરાજના સંગમ કિનારે થયેલી નાસભાગ અંગે દુઃખ વ્યક્ત કર્યું. મૌની અમાવસ્યાના દિવસે જે અકસ્માત થયો તે ખૂબ જ દુઃખદ છે. હજુ પણ અહીં લોકો હાજર છે, પહેલાની જેમ જ ભીડ છે. શક્તિ ઓછી થાય પણ શ્રદ્ધા ઓછી ના થવી જોઈએ, તેમણે જણાવ્યું.

પૂનમે સંગમમાં સન્ના કર્યું ત્યારે તેમણે મહાકાલ લખેલું શર્ટ પહેર્યું હતું. પૂનમ પાંડે સંગમમાં ડૂબકી લગાવીને હાથ જોડીને પ્રાર્થના કરી રહી છે.

Disclaimer ( અસ્વીકરણ ) : અહીં આપેલી માહિતી સામાન્ય માન્યતાઓ, જ્યોતિષ, કેલેન્ડર, ધાર્મિક ગ્રંથો વગેરે પર આધારિત છે. અહીં આપેલી માહિતી અને તથ્યોની ચોકસાઈ અથવા સંપૂર્ણતા માટે Offbeat Stories જવાબદાર નથી.
joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now