Home Gujarat Ponzi Scheme Scam Busted In Sabarkantha

સાબરકાંઠામાં પોન્ઝી સ્કીમ કૌભાંડનો રાફડો ફાટ્યો! : BZ બાદ AP પોન્ઝી સ્કીમ, 52.24 લાખ રૂપિયાની છેતરપિંડીનો કેસ

સાબરકાંઠામાં પોન્ઝી સ્કીમ કૌભાંડનો રાફડો ફાટ્યો!
Published by: OBS Bureau
Last Updated: Feb 13, 2026, 08:50 AM IST

સાબરકાંઠા જિલ્લામાં પોન્ઝી સ્કિમને લગતી વધુ એક ગંભીર પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ખેબ્રહ્માના રોકાણકારોએ એપી ગ્રુપના સંચાલક અનીલ પરમાર વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે. ફરિયાદમાં જણાવાયું છે કે એપી ગ્રુપે રોકાણકારોના કુલ ₹52.24 લાખ મેળવી છેતરપિંડી કરી છે અને કન્સલ્ટન્સીની ઓફીસ બંધ કરી દીધી.

ક્રિપ્ટો-બીટકોઈનના બહાને ઉંચા વળતર આપવાની લાલચ આપી હતી

કંપનીએ રોકાણકારોને ક્રિપ્ટો અને બીટકોઈનના બહાને ઉંચા વળતર આપવાની લાલચ આપી અને તેમને પોતાની જાળમાં ફસાવ્યું હતું. ખેબ્રહ્મા પોલીસે આ મામલે જીપીઆઈડી એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. અગાઉ હિંમતનગરમાં પણ એપી ગ્રુપના સંચાલકો સામે ગુનો નોંધાયો હતો.

પોલીસે તપાસ હાથધરી

બીઝેડ ગ્રુપ સહિત અનેક પોન્ઝી સ્કિમના કૌભાંડ સામે આવ્યા છે અને હજી પણ રોકાણકારો એક પછી એક આવીને પોલીસ પાસે ફરિયાદ કરી રહ્યા છે. આ ઘટનાએ રાજ્યમાં પોન્ઝી સ્કિમ, છેતરપિંડી અને ગુનાહિત પ્રવૃત્તિઓ સામે સાવચેતી રાખવાની અને કડક તપાસ કરવાની જરૂરિયાત ફરી એકવાર દર્શાવી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now