Home Gujarat Police Raid High Profile Liquor Party In Sanand Ahmedabad 70 Arrested From Resort

Sanand માં હાઇપ્રોફાઇલ દારૂની પાર્ટી : 39 શખ્સો દારૂ ઢીંચતા ઝડપાયા!, 20 બોટલ ખોલી.... 5 બોટલ 'પેક' પડી હતી, ને પોલીસ ત્રાટકી

Sanand માં હાઇપ્રોફાઇલ દારૂની પાર્ટી
Play Video
Published by: OBS Bureau
Last Updated: Jul 21, 2025, 06:48 AM IST

ગાંધીના ગુજરાતમાં ફરી એકવાર દારૂબંધીના લીરેલીરા ઉડ્યા છે. અમદાવાદના સાણંદમાં ગ્લેડ વન ગોલ્ફ ક્લબ અને રિસોર્ટ ખાતે એક બર્થ ડે પાર્ટીમાં 70થી 80 લોકો ઝડપાયા છે, જેમાં 39 દારૂ પીધેલા ઝડપાયા છે. જ્યાંથી 20 દારૂની ખાલી બોટલો તેમજ સાત હુક્કા અને પાંચ સીલબંધ બોટલો સહિતનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે.

પોલીસે બાતમીના આધારે રેડ પાડી

તારીખ 20 જુલાઈના રોજ મોડી રાત્રે અમદાવાદ ગ્રામ્ય પોલીસ દ્વારા ગ્લેડ વન ગોલ્ફ ક્લબ અને રિસોર્ટ ખાતે બાતમીના આધારે રેડ પાડવામાં આવી હતી. જ્યાં એક બર્થ ડે પાર્ટી ચાલી રહી હતી. જેમાં 39 લોકો દારૂની મહેફિલ માણતા ઝડપાયા.


13 પુરુષો અને 26 મહિલાઓ ટલ્લી!

સાણંદ પોલીસ સ્ટેશનની સાથે અસલાલી, ચાંગોદર, બોપલ પોલીસ તથા 2 પંચોને સાથે રાખી આ રેડ પાડવામાં આવી હતી. બર્થડે પાર્ટીના આયોજક પ્રતીક સાંઘી અમદાવાદના હોવાનું જણાવા મળ્યું છે. હાજર મહિલા પુરુષોની બ્રેથ એનેલાઈઝરથી તપાસ કરતા 13 પુરુષો અને 26 મહિલાઓ શંકાસ્પદ પીધેલ હાલતમાં મળી આવ્યા હતા. જેમને વધુ તપાસણી માટે મેડિકલ બ્લડ સેમ્પલ લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.


20 દારૂની ખાલી બોટલો મળી આવી!

આ સાથે કુલ 5 સીલબંધ દારૂની બોટલ મળી મળી આવી છે જ્યારે 20 ખાલી બોટલો અને 7 હુક્કાઓ મળી આવ્યા છે. જે તમામ મુદ્દામાલ કબજે કરી સમગ્ર બનાવ બાબતે પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મહિલાઓ ને નોટિસ આપી છોડી દેવામાં આવી છે: SP

અમદાવાદ ગ્રામ્ય પોલીસ વડા ઓમ પ્રકાસ જાટએ કહ્યું કે, ''મહિલાઓ ને નોટિસ આપી છોડી દેવામાં આવી છે જ્યારે પુરૂષો અમારા લોકઅપમાં છે અને મુદ્દામાલ ક્યાંથી આવેલો છે જે અંગે તપાસ હાથ ધરવામાં આવી છે, જ્યાંથી હુક્કા પણ મળી આવ્યા છે જેને લઈ FSLની તપાસ હાથ ધરવામાં આવી છે''.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now