Home Gujarat Police Officer Damini Patel Donates Hair To Cancer Patient

મુંડન કરાવીને માનવતા ચમકાવી : પોલીસકર્મી દામિની પટેલે કેન્સર પીડિતાને કર્યુ વાળનું દાન, ખુલ્લા માથે ફરીને સમાજને આપ્યો મોટો સંદેશ

મુંડન કરાવીને માનવતા ચમકાવી
Published by: OBS Bureau
Last Updated: Dec 14, 2025, 10:58 AM IST

Donate hair to a cancer patient: મહિલાઓ માટે વાળ સુંદરતાનું પ્રતીક માનવામાં આવે છે, પરંતુ ઈડર તાલુકાના ખોડમ ગામની રહેવાસી અને સાયબર ક્રાઈમ પોલીસમાં ફરજ બજાવતા દામિની પટેલે આ વિચારને તોડીને કેન્સર પીડિત મહિલાઓના ચહેરા પર ખુશી લાવવા પોતાના સંપૂર્ણ વાળનું દાન કરી દીધું છે.

 દામિની પટેલે પહેલા વાળ ખરતા હતા અને તેમના પતિ તેમને ટોણા મારતા હતા કે વાળ કપાવી દે અને બે દિવસ પહેલા જ તેમણે પતિને કહ્યું કે હું મારા સંપૂર્ણ વાળ કપાવવા માગું છું અને કેન્સર પીડિત મહિલાઓ માટે દાન કરવા માગું છું.

વાળનું દાન એ લાગણી અને સંવેદના સાથે જોડાયેલું

દામિની પટેલની મિત્ર અનુબેનની પ્રેરણાથી તેમણે આ પગલું ભર્યું. તેઓ કહે છે કે, "પૈસા કે વસ્તુઓનું દાન તો ઘણા કરે છે, પરંતુ વાળનું દાન એ લાગણી અને સંવેદના સાથે જોડાયેલું છે. મારા વાળ થોડા મહિનામાં પાછા વધી જશે, પરંતુ કીમોથેરાપીને કારણે વાળ ગુમાવનાર મહિલાઓને આ વાળથી વિગ મળશે અને તેમના ચહેરા પર સ્મિત આવશે – એ જ મારા માટે સૌથી મોટી વાત છે."

એનજીઓ દ્વારા વાળ દાન કર્યા

આ પહેલાં દામિનીને વાળ ખરવાની તકલીફ હતી અને પતિ તેમને ટોણા મારતા હતા કે વાળ કપાવી દો. પરંતુ બે દિવસ પહેલાં તેમણે પતિને કહ્યું કે તેઓ સંપૂર્ણ મુંડન કરાવીને વાળ કેન્સર પીડિતાઓને દાન કરવા માગે છે. પતિએ સંમતિ આપતાં જ તેમણે એનજીઓ દ્વારા વાળ દાન કર્યા, જેનો ઉપયોગ વિગ બનાવવામાં થશે.

અન્ય મહિલાઓને સંદેશ

સૌથી પ્રેરણાદાયી વાત એ છે કે દામિની હવે ટોપી કે સ્કાર્ફ વગર ખુલ્લા માથે જ જાહેરમાં ફરે છે. તેઓ અન્ય મહિલાઓને સંદેશ આપે છે કે, "વાળ શરીરનો એક ભાગ છે, તેને સ્વીકારો. ડિપ્રેશન કે ટેન્શન વગર ખુલ્લેઆમ જીવો અને અન્યને પણ વાળ દાન કરવા પ્રોત્સાહિત કરો."દામિની પટેલનું આ કાર્ય માનવતા અને હિંમતનું અનોખું ઉદાહરણ છે, જે કેન્સર સામે લડતી મહિલાઓને માત્ર વિગ જ નહીં, પરંતુ આત્મવિશ્વાસ અને પ્રેરણા પણ આપી રહ્યું છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now