Home Gujarat Police Issued A Notification Regarding December 31 In Ahmedabad

અમદાવાદમાં 31 ડિસેમ્બરને લઈ પોલીસે બહાર પાડ્યું જાહેરનામું : આ રસ્તાઓ પર વાહનો માટે પ્રવેશ રહેશે બંધ, જાણી લો ફટાફટ

અમદાવાદમાં 31 ડિસેમ્બરને લઈ પોલીસે બહાર પાડ્યું જાહેરનામું
Published by: OBS Bureau
Last Updated: Dec 30, 2025, 12:26 PM IST

Ahmedabad Police Notification : અમદાવાદમાં 31 ડિસેમ્બરની ઉજવણીને લઈને શહેર પોલીસ દ્વારા મોટું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. નવા વર્ષની પૂર્વ સંધ્યાએ શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે, ટ્રાફિક સરળ રહે અને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે હેતુથી પોલીસ દ્વારા અનેક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. આ જાહેરનામા મુજબ શહેરના કેટલાક મુખ્ય માર્ગો બંધ રાખવામાં આવશે અને ટ્રાફિક ડાયવર્ઝન અમલમાં મૂકવામાં આવશે.

C.G. રોડ પર તમામ પ્રકારના વાહનોનો પ્રવેશ બંધ રહેશે!

31 ડિસેમ્બરની રાત્રે C.G. રોડ પર તમામ પ્રકારના વાહનોનો પ્રવેશ બંધ રાખવામાં આવશે. તે જ રીતે સિંધુ ભવન રોડ પર ઝાઝરમાનથી તાજ હોટેલ સુધીનો માર્ગ બંધ રહેશે. આ વિસ્તારોમાં મોટી સંખ્યામાં લોકો ઉમટતા હોવાથી સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થા જાળવવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ સાથે શહેરના કેટલાક વિસ્તારોને ફ્લાઇ ઝોન જાહેર કરવામાં આવ્યા છે.

શહેરમાં વિવિધ જગ્યાએ રસ્તાઓ ડાયવર્ટ કરવામાં આવ્યા

અમદાવાદના S.G. હાઇવે પર ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ભારે વાહનોએ શહેરમાં પ્રવેશ કરવા માટે રિંગ રોડનો ઉપયોગ કરવાનો રહેશે તેવી સૂચના આપવામાં આવી છે. જેથી મુખ્ય માર્ગો પર ટ્રાફિકનો ભાર ઓછો રહે. આ ઉપરાંત 31 ડિસેમ્બરની ઉજવણીને ધ્યાનમાં રાખીને પકવાનથી સાણંદ અને નેહરુનગરથી ઇસ્કોન સુધી બસ પાર્કિંગ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. શહેરમાં વિવિધ જગ્યાએ રસ્તાઓ ડાયવર્ટ કરવામાં આવ્યા છે જેથી વાહન વ્યવહાર સુચારુ રહી શકે.

નાગરિકોને અપીલ કરાઈ

અમદાવાદ પોલીસ દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે જાહેરનામાનું પાલન કરે, ટ્રાફિક નિયમોનું અનુસરણ કરે અને સુરક્ષિત રીતે નવા વર્ષનું સ્વાગત કરે. શહેરમાં પોલીસ બંદોબસ્ત વધારવામાં આવ્યો છે અને દરેક સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now