Home International Pm Narendra Modi Vladimir Putin Toyota Fortuner Ride Japan Trade Deal Message To Trump

મોંઘીદાટ કાર્સને છોડીને ફોર્ચ્યુનર કેમ? : મોદી-પુતિનની જાપાની સવારીએ જગાવી ચર્ચા

મોંઘીદાટ કાર્સને છોડીને ફોર્ચ્યુનર કેમ?
Published by: OBS Bureau
Last Updated: Dec 04, 2025, 06:43 PM IST

રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન બે દિવસ માટે ભારતના મહેમાન બન્યા છે ત્યારે દિલ્હીના પાલમ એરપોર્ટ પર એક અનોખું દ્રશ્ય સર્જાયું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રોટોકોલ તોડીને તેમના જૂના મિત્ર પુતિનનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. બંને નેતાઓ વચ્ચેની મિત્રતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે તેઓ મળતાની સાથે જ એકબીજાને ભેટ્યા હતા. જોકે એરપોર્ટથી નીકળતી વખતે બંને વૈશ્વિક નેતાઓ એક જ ગાડીમાં બેસીને રવાના થયા હતા જેણે સૌનું ધ્યાન ખેંચ્યું હતું.

સામાન્ય રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુસાફરી માટે BMW અથવા રેન્જ રોવર જેવી સુરક્ષિત અને મોંઘી કારનો ઉપયોગ કરતા હોય છે પરંતુ આ વખતે તેઓ રશિયન રાષ્ટ્રપતિ સાથે ટોયોટા ફોર્ચ્યુનરમાં સવાર થઈને નીકળ્યા હતા. આ ગાડી જાપાની કંપનીની છે જેની કિંમત અંદાજે 35 લાખથી 50 લાખ રૂપિયાની વચ્ચે હોય છે. વડાપ્રધાને મહારાષ્ટ્ર પાર્સિંગ વાળી આ ગાડી કેમ પસંદ કરી તેને લઈને રાજકીય વર્તુળોમાં અનેક તર્કવિતર્ક થઈ રહ્યા છે. એવું માનવામાં આવે છે કે લક્ઝરી કાર છોડીને જાપાની કાર પસંદ કરવા પાછળ મોટી કૂટનીતિ જવાબદાર છે.

રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે જાપાની કારનો ઉપયોગ કરીને ભારતે અમેરિકા અને તેના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને એક ગુપ્ત સંદેશ આપ્યો છે. ઓગસ્ટ મહિનામાં જ ભારત અને જાપાન વચ્ચે આર્થિક ભાગીદારી મજબૂત થઈ છે અને બંને દેશો વચ્ચે અનેક સમજૂતી કરાર થયા છે. આ કરાર મુજબ જાપાન ભારતમાં ઉદ્યોગ અને ક્લીન એનર્જી જેવા ક્ષેત્રોમાં 10 અબજ યેન એટલે કે અંદાજે 5,99,354 કરોડ રૂપિયાનું જંગી રોકાણ કરવા જઈ રહ્યું છે. આ ડીલ અને જાપાની કારની સવારી દ્વારા દુનિયાને બતાવી દીધું છે કે ભારત હવે અર્થવ્યવસ્થામાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યું છે અને કોઈની પણ શેહશરમમાં આવ્યા વગર પોતાના હિતોને પ્રાધાન્ય આપે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now