Home International Pm Modi Makes Big Announcement Against Putin 30 Day Free Visa For Russian Citizens

PM મોદીએ Putin સામે કરી મોટી જાહેરાત : રશિયન નાગરિકોને મળશે 30 દિવસના મફત વિઝા

PM મોદીએ Putin સામે કરી મોટી જાહેરાત
Published by: OBS Bureau
Last Updated: Dec 05, 2025, 10:16 AM IST

PM Modi announcement: રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની ભારતની બે દિવસીય સત્તાવાર મુલાકાતના બીજા દિવસે બંને દેશો વચ્ચે મજબૂત થતી મિત્રતાનું એક મોટું પગલું ભરાયું છે. આજે હૈદરાબાદ હાઉસ ખાતે પીએમ નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ પુતિન વચ્ચે દ્વિપક્ષીય પ્રતિનિધિમંડળ સ્તરની વાતચીત બાદ સંયુક્ત પત્રકાર પરિષદમાં પીએમ મોદીએ જાહેરાત કરી કે,“રશિયન નાગરિકોને હવે ભારતમાં 30 દિવસ સુધી વિઝા-ફ્રી (મફત વિઝા) પ્રવેશ આપવામાં આવશે.”આ નિર્ણયથી પર્યટન, વેપાર અને લોકો-થી-લોકો સંપર્કમાં નોંધપાત્ર વધારો થવાની આશા છે.

આજના કાર્યક્રમની હાઈલાઈટ્સ

સવારે રાષ્ટ્રપતિ ભવનમાં ભવ્ય ઔપચારિક સ્વાગત અને ગાર્ડ ઑફ ઑનર

રાજઘાટ પર મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ

હૈદરાબાદ હાઉસ ખાતે લાંબી દ્વિપક્ષીય અને પ્રતિનિધિમંડળ સ્તરની બેઠકો

સાંજે ભારતીય ઉદ્યોગપતિઓ અને મોટા વ્યોજનકારો સાથે રાઉન્ડ ટેબલ બેઠક

આ મુલાકાત દરમિયાન બંને દેશો વચ્ચે ઊર્જા, રક્ષા, અવકાશ, પરમાણુ ઊર્જા, વેપાર અને રોકાણ જેવા ક્ષેત્રોમાં ઘણા મહત્વના કરારો પર હસ્તાક્ષર થવાની પણ શક્યતા છે. ભારત-રશિયા ખાસ વ્યૂહાત્મક ભાગીદારી હવે નવા યુગમાં પ્રવેશી રહી છે!

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now