Home Gujarat Pm Modi Gujarat Tour Ahmedabad 16 Km Road Show

અમદાવાદમાં PMને આવકારવા લોકોમાં ઉત્સાહ : એરપોર્ટથી ઇન્દિરા સર્કલ સુધી 12 સ્ટેજ બનાવ્યા, રોશનીથી ઝળહળી ઉઠશે રસ્તાઓ

અમદાવાદમાં PMને આવકારવા લોકોમાં ઉત્સાહ
Play Video
Published by: OBS Bureau
Last Updated: Aug 25, 2025, 11:38 AM IST

PM Modi Gujarat tour: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાતના પ્રવાસે આવી રહ્યાં છે. ત્યારે અમદાવાદના વિવિધ રસ્તાઓ સણગારવામા આવ્યા છે. જેઓ આજે 4 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચશે ત્યારબાદ તેઓ ત્યાંથી નિકોલ વિસ્તારમાં જાહેરસભાને સંબોધશે અને વિવિધ વિકાસકાર્યોની ભેટ પણ આપશે. ઉપરાંત તેઓ 1.6 કિમીનો રોડ શો પણ યોજશે. હરિદર્શન ચાર રસ્તાથી ખોડલધામ ગ્રાઉન્ડ સુધી રોડ શો યોજશે


વિવિધ 12 સ્ટેજ બનાવવામાં આવ્યા

અમદાવાદ એરપોર્ટથી ઈન્દિરા સર્કલ સુધી વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. એરપોર્ટથી ઇન્દિરા સર્કલ સુધી વિવિધ 12 સ્ટેજ બનાવવામાં આવ્યા છે, જેમાં સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. રોડ શોના રસ્તા પર ખાસ લાઈટિંગ કરવામાં આવી છે, ત્યારે રસ્તાઓ રોશનીથી ઝળહળી ઉઠશે.

વડાપ્રધાનને આવકારવા માટે લોકોમાં ઉત્સાહ

PM મોદી અમદાવાદમાં 5500 કરોડનાં વિકાસકાર્યોના લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે. રેલવે, રોડ બિલ્ડિંગ અને ઇન્ફ્રાસ્ટ્રકચર વગેરેના કરોડો રૂપિયાનાં વિકાસકાર્યોના તેઓ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવાના છે. પ્રજા વડાપ્રધાનને આવકારવા માટે ખૂબ ઉત્સાહિત છે ત્યારે નરોડા હરિદર્શન ચાર રસ્તાથી ખોડલધામ ગ્રાઉન્ડ સુધી 1.6 કિમીનો રોડ શો કરવામાં આવવાના છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now