Home International Pm Modi Gifts Assam Tea Silver Horse And Gita To Vladimir Putin

શ્રીમદ્ ભગવદ્ ગીતાથી લઈને કાશ્મીરી કેસર સુધી : જાણો પીએમ મોદીએ પુતિનને ભેટમાં શું શું આપ્યું?

શ્રીમદ્ ભગવદ્ ગીતાથી લઈને કાશ્મીરી કેસર સુધી
Published by: OBS Bureau
Last Updated: Dec 05, 2025, 04:43 PM IST

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન ભારતની મુલાકાતે છે ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમને ભારતની કળા અને સંસ્કૃતિની ઝાંખી કરાવતી કેટલીક ખાસ ભેટ આપી છે. પીએમ મોદીએ પુતિનને આસામની પ્રખ્યાત બ્લેક ટી ભેટમાં આપી છે. બ્રહ્મપુત્રના મેદાનોમાં થતી આ ચા તેના ઉત્તમ સ્વાદ માટે જાણીતી છે અને તેને વર્ષ 2007માં જીઆઈ ટેગ પણ મળ્યો હતો. આ ઉપરાંત તેમને શ્રીમદ ભગવદ ગીતા પણ ભેટ આપવામાં આવી છે. ભગવાન કૃષ્ણના ઉપદેશો સમાવતી ગીતા નૈતિક જીવન અને માનસિક શાંતિનો સંદેશ આપે છે.આગ્રાની ઉત્તમ કારીગરીનો નમૂનો એવું હેન્ડમેડ માર્બલ ચેસ સેટ પણ વ્લાદિમિર પુતિનને આપવામાં આવ્યું છે. ઓડીઓપી પહેલ હેઠળ તૈયાર થયેલું આ ચેસ સેટ પથ્થર પરની કોતરણી કળાનો અદભૂત નમૂનો છે.

કાશ્મીરનું પ્રખ્યાત કેસર જેને સ્થાનિક લોકો કોંગ અથવા જાફરાન કહે છે તે પણ ભેટમાં અપાયું છે. ઉચ્ચ ગુણવત્તાવાળું આ કેસર તેની સુગંધ અને ઔષધીય ગુણો માટે લાલ સોના તરીકે ઓળખાય છે.પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદનું નકશીકામ કરેલું ચાંદીનું ટી સેટ પણ ભેટમાં અપાયું છે.

આ સેટ ભારત અને રશિયા બંને દેશોમાં ચા પ્રત્યેના લગાવને દર્શાવે છે. આ સાથે જ મહારાષ્ટ્રની મેટલ ક્રાફ્ટ પરંપરા દર્શાવતો ચાંદીનો ઘોડો પણ ભેટમાં અપાયો છે. આ કલાત્મક ઘોડો શક્તિ અને બહાદુરીનું પ્રતીક છે અને ભારત રશિયાની અતૂટ મિત્રતાને રજૂ કરે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now