ઘરમાં વારંવાર દેખાતી ગરોળી ઘણા લોકો માટે અશાંતિનું કારણ બની જાય છે. ખાસ કરીને રસોડા અને દિવાલો પર ફરતી ગરોળીને દૂર રાખવા લોકો વિવિધ કેમિકલ પ્રોડક્ટ્સનો ઉપયોગ કરે છે, જે સ્વાસ્થ્ય માટે હાનિકારક બની શકે છે. પરંતુ શું તમને ખબર છે કે કેટલાક સામાન્ય છોડ એવા છે, જે કુદરતી રીતે ગરોળીને દૂર રાખવામાં મદદરૂપ બને છે? ચાલો જાણીએ એવા 5 અસરકારક ઇન્ડોર પ્લાન્ટ્સ વિશે, જે તમારા ઘરને સુરક્ષિત અને સ્વચ્છ રાખવામાં મદદ કરશે.
તુલસી (Basil)
હિન્દુ ધર્મમાં તુલસીના છોડને વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે. કપૂર જેવી સુગંધ ધરાવતા છોડ અથવા તુલસી પણ ગરોળીને દૂર રાખવામાં મદદરૂપ બને છે. આને પૂજા સ્થળ કે બારી પાસે રાખી શકો છો. આ હવામાં શુદ્ધતા લાવે અને જીવાતોને પણ દૂર રાખે છે.
લસણ (Garlic)
લસણમાં તીવ્ર સુગંધ હોય છે, જે ગરોળીને બિલકુલ પસંદ નથી. દરવાજા અથવા બારીઓ પાસે રાખો રસોડામાં વધુ અસરકારક સરળતાથી ઉગાડી શકાય છે. અને એવું માનવામાં આવે છે કે લસણનો છોડ ઘરમાં રાખવાથી ગરોળી આવવાની સંભાવના ઘટે છે.
લેમન ગ્રાસ (Lemongrass)
લેમન ગ્રાસમાં સિટ્રસ સુગંધ હોય છે, જે ગરોળીને દૂર રાખે છે. આ છોડ ભેજ વધારે હોય તેવી જગ્યાએ વધુ સારી રીતે કામ કરે છે.
રોઝમેરી (Rosemary)
રોઝમેરીમાં ખૂબ જ તીખી અને અલગ ગંધ હોય છે. ઘરની અંદરની ગરોળી આ ગંધ સહન કરી શકતી નથી. તમે પાંદડાને કચડીને, પાણીમાં ઉકાળીને અને સ્પ્રે બનાવીને પણ આનો ઉપયોગ કરી શકો છો.
ફૂદીનો (Peppermint)
ફુદીનાની તીવ્ર અને ઠંડી સુગંધ ગરોળીના આરામમાં ખલેલ પહોંચાડી શકે છે. ફુદીનાનો છોડ બારીના પાટા પર રાખવાથી ગરોળી ભગાડે છે એટલું જ નહીં પણ કરોળિયા પણ દૂર રહે છે.





