Home Gujarat Pi Of Shaherkotda In Ahmedabad Suspended From Duty

અમદાવાદમાં શહેરકોટડાના PI ને કરાયા ફરજ મોકૂફ : PCB એ રૂપિયા 1 કરોડનો ઝડપ્યો હતો દારૂ, પોલીસ કમિશનરે કરી કાર્યવાહી

અમદાવાદમાં શહેરકોટડાના PI ને કરાયા ફરજ મોકૂફ
Published by: OBS Bureau
Last Updated: Dec 15, 2025, 02:49 PM IST

PI M D Chandrawadia : અમદાવાદ શહેરમાં પ્રોહીબિશન અમલ મામલે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. શહેરકોટડા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.ડી. ચંદ્રવાડિયાને અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા ફરજ મોકૂફ કરવામાં આવ્યા છે. આ કાર્યવાહી તેમના પોલીસ સ્ટેશન વિસ્તારમા પ્રોહીબિશન પ્રવૃત્તિ રોકવામાં નિષ્કાળજી અને બેદરકારી દાખવવાના કારણે કરવામાં આવી છે.

શહેરકોટડા પોલીસ સ્ટેશનની હદમાંથી દારૂ મળી આવ્યો

પ્રાપ્ત માહિતી મુજબ, શહેરકોટડા પોલીસ સ્ટેશનની હદમાં મોટી માત્રામાં દારૂ મળી આવ્યો હતો. પ્રોહીબિશન કંટ્રોલ બ્યુરો (PCB) દ્વારા શહેરકોટડાના રામકુમાર મીલ પાસે સિયા રોડલાઇન્સના ગોડાઉનમાંથી કાર્યવાહી કરીને અંદાજે 1 કરોડ રૂપિયાનો દારૂ ઝડપવામાં આવ્યો હતો.

PI એમ.ડી. ચંદ્રવાડિયાને ફરજ મોકૂફ કરાયા

આટલી મોટી માત્રામાં દારૂ પોલીસ ઇન્સ્પેક્ટરની હદ વિસ્તારમાંથી મળતા પ્રોહીબિશન અમલ પર ગંભીર પ્રશ્નો ઊભા થયા હતા. સમગ્ર મામલાની ગંભીરતા ધ્યાનમાં રાખીને અને પોલીસ ઇન્સ્પેક્ટરની બેદરકારી હોવાનો પ્રાથમિક તારણ સામે આવતાં અમદાવાદ પોલીસ કમિશનરે શહેરકોટડાના PI એમ.ડી. ચંદ્રવાડિયાને તાત્કાલિક અસરથી ફરજ મોકૂફ કરવાનો નિર્ણય લીધો છે. આ ઘટનાએ શહેરમાં પ્રોહીબિશન અમલ અને પોલીસની જવાબદારીને લઈને ચર્ચા જગાવી છે. પોલીસ વિભાગ દ્વારા આગળની તપાસ અને જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ જાણવા મળ્યું છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now