Home Tech/Gadgets Phone Will Ring Even On Silent Mode With This App

ફોનની રિંગ દરમિયાન જ અવાજ આવશે ફોન ઉપાડો : સાયલન્ટ મોડમાં કામ કરશે આ એપ

ફોનની રિંગ દરમિયાન જ અવાજ આવશે ફોન ઉપાડો
Published by: OBS Bureau
Last Updated: Jan 18, 2025, 03:49 AM IST

ક્યાકે એવું બને છે કે તમારો મિત્ર અથવા પાર્ટનર કૉલને ઈગ્નોર કરતા હોય છે. આવી સ્થિતિમાં જો કોઈ ઈમ્પોર્ટન્ટ વાત હોય તો તે પણ રહી જાય છે. પણ હવે તમને આ તકલીફ નહીં પડે. હવે જો સામે વાળાનો ફોન સાયલન્ટ હશે તો પણ ફોનની રિંગ વાગશે અને તમે તેને કોલનો જવાબ આપવા માટે કહી શકો છો. આ માટે તમારે તમારા ફોનમાં આ સેટિંગ કરવુ પડશે.
ફોનમાં આ સેટિંગ ઓન કરો
ફોનમાં એક નાનું સેટિંગ કરવું પડશે. સૌથી પહેલા તમારા અને તમારા પાર્ટનર કે ફ્રેન્ડ્સના ફોનમાં Ten Ten Close Friends only app ઇન્સ્ટોલ કરો. પછી આ એપમાં લોગીન કરો અને ડિટેઈલ્સ ફીલ કરીને લોગીન કરો. આ એપમાં તમને એક પિન મળશે જેનાથી તમારા મિત્રોને તેની સાથે કનેક્ટ કરી શકો છો. પછી, તમારા મિત્રની પ્રોફાઇલ પર લાંબા સમય સુધી દબાવી(LONG PRESS)ને જે પણ બોલશો, તે તેના ફોન પર બધું સાંભળશે. આ માટે તેણે એપ ઓન રાખવાની પણ જરૂર નથી. એપ બેકગ્રાઉન્ડમાં જ કામ કરતી રહે છે. એક એ વાત ધ્યાન રાખો કે આ એક થર્ડ પાર્ટી એપ છે, તેને ઈનસ્ટોલ કરતા પહેલાં એકવાર રિવ્યૂ અને રેટિંગ વાંચી લો. તમને Google પર ઘણા યૂઝર્સનો રિવ્યૂ મળી જશે.

વોઈસમેલ અને એપમાં શું ફરક છે?
આ એપથી તમે કોલિંગ રિંગ દરમિયાન જ તમારો મેસેજ મોકલી શકો છો. એક રીતે, તે લાઇવ કૉલિંગ અથવા રિયલ ટાઈમ વૉઇસ કૉલનો બેનિફિટ આપે છે.
ગૂગલ પ્લે સ્ટોર અને એપલ સ્ટોર
ગૂગલ પ્લે સ્ટોર પર 50 લાખથી વધુ લોકોએ આ એપ ડાઉનલોડ કરી છે. આ એપને પર 4.5 રેટિંગ મળ્યા છે. આ એપ એપલ એપ સ્ટોર પર પણ ઉપલબ્ધ થશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now