Home Tech/Gadgets Phone Users Are Having A Lot Of Fun Now You Will Get This Special Feature From Google

આ કામ થઈ જશે ખૂબ જ સરળ : iPhone યૂઝર્સને હવે લીલાલહેર! હવે મળશે Google ની આ ખાસ સુવિધા

આ કામ થઈ જશે ખૂબ જ સરળ
Published by: OBS Bureau
Last Updated: Feb 20, 2025, 02:15 PM IST

iPhone Search Screen with Google Lens: ગૂગલે 2024માં સર્કલ ટુ સર્ચ ફીચર રજૂ કર્યું હતું, જે એન્ડ્રોઈડ યુઝર્સમાં ખૂબ જ ફેમસ થયું હતું, પરંતુ આઈફોન યુઝર્સ આ ફીચરનો લાભ લઈ શક્યા ન હતા. જોકે હવે નવા અપડેટ સાથે ગૂગલે iOS માટે એક નવું ફીચર લોન્ચ કર્યું છે, જેનું નામ છે 'Search Screen with Google Lens'. આ ફીચર એન્ડ્રોઇડની જેમ જ કામ કરે છે, પરંતુ iPhone યુઝર્સને માત્ર અમુક મર્યાદિત ફીચર્સનો ઉપયોગ કરવાની તક મળશે.

iPhone યૂઝર્સ માટે નવી સર્ચ ફીચર?
ગૂગલે પોતાના ઓફિશિયલ બ્લોગ પોસ્ટમાં આ નવા ફીચર વિશે જાણકારી આપી છે. આના દ્વારા આઇફોન યૂઝર્સ કોઈપણ વસ્તુને ડ્રો, હાઇલાઇટ અથવા ટેપ કરીને સ્ક્રીન પર માહિતી સર્ચ કરી શકો છો. આ ફીચર આર્ટિકલ વાંચતી વખતે, ખરીદી કરતી સમયે અથવા વિડિયો જોતી વખતે આ સુવિધા ઝડપી વિઝ્યુઅલ સર્ચમાં મદદ કરશે. તમને જણાવી દઈએ કે આ સુવિધા શરૂ થયા બાદ લોકોને ઘણો ફાયદો થશે કારણ કે પહેલા આઈફોન યુઝર્સને સ્ક્રીનશોટ લઈને ગૂગલ પર અલગથી સર્ચ કરવું પડતું હતું, પરંતુ હવે આ કામ ખૂબ જ સરળ થઈ જશે.

iPhone ના નવા ફીચર્સની કમીઓ...
જોકે, આ નવું ફીચર આઈફોન યુઝર્સને વધુ સારી સુવિધા આપશે, પરંતુ તે માત્ર Chrome અને Google એપ્સમાં જ કામ કરશે. એટલે કે નવી સુવિધા સમગ્ર iPhone સિસ્ટમમાં ઉપલબ્ધ નથી. સૌથી મોટી વાત એ છે કે તે IOS ના ડિફોલ્ટ બ્રાઉઝર સફારીમાં ઉપલબ્ધ રહેશે નહીં, સફારીનો વધુ ઉપયોગ કરનારા યૂઝર્સને આ સુવિધાનો લાભ નહીં મળે.

કેવી રીતે કામ કરશે ફીચર?
સૌથી પહેલા Chrome અથવા Google એપ ઓપન કરો.
આ પછી સ્ક્રીનના ઉપર-જમણા ખૂણામાં ત્રણ-બિંદુ મેનૂ પર ટેપ કરો.
હવે 'Search Screen with Google Lens' વિકલ્પ પસંદ કરો.
સ્ક્રીન પર ટેક્સ્ટ, ઇમેજ અથવા વિડિયોના કોઈપણ ભાગને દોરો, હાઇલાઇટ કરો અથવા ટેપ કરો અને Google તમને તરત જ પરિણામો બતાવશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now