Home National Phone Ban Led To A Huge Increase In Concentration Of 75 Of Students

ફોન પર પ્રતિબંધથી 75% વિદ્યાર્થીઓની એકાગ્રતામાં થયો મોટો વધારો! : બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે સ્ક્રીન ટાઈમ પર કાપ જરૂરી

This is a photo of the school.
Published by: Aryan Shah
Last Updated: Mar 30, 2026, 11:59 AM IST

Ban on children's phones : આજના ડિજિટલ યુગમાં સ્માર્ટફોન જીવનનો અભિન્ન અંગ બની ગયું છે, પરંતુ તેની સૌથી વધુ અસર વિદ્યાર્થીઓના શિક્ષણ અને માનસિક સ્વાસ્થ્ય પર પડી રહી છે. હાલમાં જ નેધરલેન્ડમાં શાળાઓમાં મોબાઈલ પર પ્રતિબંધ મૂકવાના જે પરિણામો આવ્યા છે તે ચોંકાવનારા અને સુખદ છે. આ સફળતા બાદ હવે ભારતના કેટલાક રાજ્યો પણ બાળકોના 'સ્ક્રીન ટાઈમ' પર નિયંત્રણ લાવવાની દિશામાં મક્કમ ડગલાં ભરી રહ્યા છે.

નેધરલેન્ડનો સફળ પ્રયોગ

નેધરલેન્ડની શાળાઓમાં બે વર્ષ પહેલાં સ્માર્ટફોન, સ્માર્ટવોચ અને અન્ય ટેક ગેજેટ્સ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. આજે ત્યાંના ક્લાસરૂમ, કોરિડોર અને કેન્ટીન મોબાઈલ મુક્ત છે. શાળાના ગેટ પર જ સૂચના આપવામાં આવે છે કે, ફોન માત્ર લોકરમાં જ રહેશે. હવે સરકાર 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધની પણ તૈયારી કરી રહી છે.

વિદ્યાર્થીઓની એકાગ્રતામાં વધારો

સરકાર દ્વારા 317 માધ્યમિક શાળાઓ પર એક ખાસ અભ્યાસ કરવામાં આવ્યો હતો. જેમાં 75% શાળાઓએ સ્વીકાર્યું કે, ફોન પર પ્રતિબંધ મૂક્યા બાદ વિદ્યાર્થીઓનું ધ્યાન અભ્યાસમાં વધ્યું છે. આશરે 66% શાળાઓએ સામાજિક વાતાવરણ સુધર્યું હોવાની વાત કરી છે, જ્યારે ઘણી શાળાઓમાં શૈક્ષણિક પ્રદર્શન એટલે કે રિઝલ્ટમાં પણ સુધારો નોંધાયો છે.

સહમતિથી નિયમોનો અમલ

નેધરલેન્ડ સરકારે આ પ્રતિબંધ માટે કોઈ કડક કાયદો બનાવવાને બદલે વાલીઓ, શિક્ષકો અને શાળાઓ સાથે મળીને એક રાષ્ટ્રીય સમજૂતી કરી હતી. આનાથી કાનૂની ગૂંચવણો ટળી અને નિયમો ઝડપથી લાગુ થઈ શક્યા. શિક્ષકોના મતે, હવે શાળાઓમાં અફરાતફરી ઓછી થઈ છે અને બાળકો વધુ શિસ્તબદ્ધ બન્યા છે.

બુલિંગના કેસોમાં નોંધપાત્ર ઘટાડો

ફોન ન હોવાને કારણે વિદ્યાર્થીઓમાં સુરક્ષાની ભાવના વધી છે. પહેલા એ ડર રહેતો હતો કે, કોઈ તેમનો ફોટો પાડીને સોશિયલ મીડિયા પર વાયરલ કરી દેશે, જે હવે બંધ થઈ ગયું છે. આનાથી શાળાઓમાં બુલિંગ (ચીડવવું કે હેરાન કરવું) ના કિસ્સાઓ પણ ઘટ્યા છે અને બાળકો એકબીજા સાથે વધુ સામાજિક બન્યા છે.

ભારતમાં કર્ણાટક અને આંધ્રની તૈયારી

નેધરલેન્ડની જેમ હવે ભારતમાં પણ કર્ણાટક અને આંધ્ર પ્રદેશ સરકાર સક્રિય થઈ છે. કર્ણાટક સરકારે 'ડિજિટલ રિસ્પોન્સિબિલિટી' પોલિસીનો ડ્રાફ્ટ તૈયાર કર્યો છે, જેમાં બાળકોનો મનોરંજન માટેનો સ્ક્રીન ટાઈમ દિવસનો માત્ર એક કલાક રાખવાનું સૂચન છે. આ ઉપરાંત રાત્રે 7 વાગ્યા પછી બાળકો માટે ડેટા બંધ રાખવા જેવા 'ચાઈલ્ડ પ્લાન' પર પણ વિચારણા ચાલી રહી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
કડાકા-ભડાકા સાથે આ વિસ્તારોમાં વરસાદનું ભયાનક એલર્ટ
વસ્તી ગણતરી 2026:
સ્કૂલ, કોર્ટ અને વિધાનસભાને બોમ્બની ધમકી આપનારો ઝડપાયો
1 એપ્રિલથી ચાઈનીઝ CCTV કેમેરા પર લાગી શકે છે પ્રતિબંધ