Home Sports Pcb Fines Pakistan Team For Being Knocked Out Of World Cup

વર્લ્ડ કપમાંથી ફેંકાઈ જનાર પાકિસ્તાની ટીમ પર PCB એ ફટકાર્યો દંડ : ભિખારી પાકિસ્તાને પોતાના જ ખેલાડીઓ પાસે માંગી 50 લાખની 'ભીખ!'

વર્લ્ડ કપમાંથી ફેંકાઈ જનાર પાકિસ્તાની ટીમ પર PCB એ ફટકાર્યો દંડ
Published by: OBS Bureau
Last Updated: Mar 02, 2026, 11:09 AM IST

T20 World Cup : T20 વર્લ્ડ કપમાં પાકિસ્તાન ક્રિકેટ ટીમનું પ્રદર્શન ખૂબ જ નિરાશાજનક રહ્યું છે. અપેક્ષાઓ પર ખરા ઉતરવામાં નિષ્ફળ રહેલી આ ટીમને હવે મેદાનની બહાર પણ મોટો ફટકો પડ્યો છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) એ એક કડક અને ઐતિહાસિક નિર્ણય લેતા ટીમના દરેક ખેલાડી પર 50 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. આ નિર્ણયથી પાકિસ્તાની ક્રિકેટ જગતમાં હલચલ મચી ગઈ છે.

કડક કાર્યવાહી

રિપોર્ટ્સ મુજબ, PCB એ સ્પષ્ટ કર્યું છે કે, હવે ખેલાડીઓને આર્થિક લાભો માત્ર ત્યારે જ મળશે જો તેમનું પ્રદર્શન સારું હશે. ખરાબ રમત સામે બોર્ડે આ વખતે 'ઝીરો ટોલરન્સ'ની નીતિ અપનાવી છે. બોર્ડના અધિકારીઓનું માનવું છે કે, જ્યારે જીત પર ઈનામ આપવામાં આવે છે, તો શરમજનક હાર બદલ સજા પણ મળવી જોઈએ.

ભારત સામેની હારનો આક્રોશ

ટીમ સામેનો આ ગુસ્સો ખાસ કરીને ભારત સામેની મેચ બાદ ફાટી નીકળ્યો હતો. ભારત સામેની હાર બાદ તરત જ ડ્રેસિંગ રૂમમાં આ દંડની જાહેરાત કરી દેવામાં આવી હતી. પાકિસ્તાની ચાહકો અને બોર્ડ બંને ટીમના નબળા અભિગમથી ખૂબ જ નારાજ હતા, જેના કારણે આકરો આર્થિક દંડ લાદવામાં આવ્યો છે.

પગારમાં થશે મોટો ઘટાડો

પાકિસ્તાની પ્લેયર્સને અલગ-અલગ કેટેગરી (A થી D) મુજબ લાખોનો પગાર મળે છે. જોકે, નવા કોન્ટ્રાક્ટ મુજબ કોઈ ખેલાડી 'A' કેટેગરીમાં નથી. આ સંજોગોમાં, 50 લાખનો દંડ એટલે કે 'B' કેટેગરીના પ્લેયર્સનો એક આખા મહિનાનો પગાર અને 'C' કે 'D' કેટેગરીના પ્લેયર્સના 2 થી 3 મહિનાનો પગાર કપાઈ જશે. આ ખેલાડીઓ માટે મોટો આર્થિક ફટકો સાબિત થશે.

ટુર્નામેન્ટમાંથી બહાર થવાનો રસ્તો

પાકિસ્તાન માટે આ વર્લ્ડ કપ ખૂબ જ ઉતાર-ચઢાવ વાળો રહ્યો. નેધરલેન્ડ્સ અને USA સામે જીત મેળવ્યા બાદ ભારત સામેની હાર ટીમને મોંઘી પડી. સુપર-8 માં પણ નસીબે સાથ ન આપ્યો; ન્યૂઝીલેન્ડ સામેની મેચ વરસાદમાં ધોવાઈ અને ઇંગ્લેન્ડ સામે હાર થતાં સેમીફાઇનલની આશાઓ પર પાણી ફરી વળ્યું. શ્રીલંકા સામે જીતવા છતાં નબળા રન રેટને કારણે પાકિસ્તાન ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયું હતું.

ખેલાડીઓનું પ્રદર્શન

વ્યક્તિગત પ્રદર્શનની વાત કરીએ તો, સાહિબઝાદા ફરહાને સૌથી વધુ 383 રન બનાવ્યા, પરંતુ બાબર આઝમ અને સૈમ અયુબ જેવા સ્ટાર ખેલાડીઓ 100 રનનો આંકડો પણ સ્પર્શી શક્યા નહીં. બોલિંગમાં સ્પિનર ઉસ્માન તારિકે 10 વિકેટ ઝડપીને થોડી લડત આપી, પણ બાકીના બોલરો સંપૂર્ણપણે ફ્લોપ સાબિત થયા હતા.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now