અચાનક કેમ હટી PM મોદીની ફેસબુક પોસ્ટ?: METAએ ખોલ્યું રહસ્ય, માંગી સરકાર પાસે માફી


લોકસભામાં આજે બપોરે 2 વાગ્યાથી જાહેર પરીક્ષા (અયોગ્ય માધ્યમો નિવારણ) સુધારા બિલ, 2026 પર ચર્ચા શરૂ થવાની છે. હાલ આ ચર્ચા માટે અંદાજે 6 કલાકનો સમય નક્કી કરવામાં આવ્યો છે, પરંતુ જો વિવિધ પક્ષોના સભ્યો વધુ ચર્ચા કરવા માંગશે તો સમયગાળો વધારવામાં આવી શકે છે. વિદ્યાર્થીઓના ભવિષ્ય અને પરીક્ષા પ્રણાલીની વિશ્વસનીયતા સાથે જોડાયેલા આ મહત્વપૂર્ણ બિલ પર સરકાર અને વિપક્ષના અનેક સાંસદો પોતાના મંતવ્યો રજૂ કરે તેવી શક્યતા છે.
લોકસભામાં આજે બપોરે 2 વાગ્યે જાહેર પરીક્ષા (અયોગ્ય માધ્યમો નિવારણ) સુધારા બિલ પર ચર્ચા શરૂ થશે. તે પહેલાં સ્પીકર ઓમ બિરલાએ તમામ પક્ષોના સાંસદોને અપીલ કરતાં જણાવ્યું કે આ મહત્વપૂર્ણ બિલ પર સૌએ સાથે મળીને સર્વસંમતિ બનાવવાનો પ્રયાસ કરવો જોઈએ. તેમણે કહ્યું કે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે જોડાયેલા આ મુદ્દે રચનાત્મક ચર્ચા થવી જરૂરી છે અને તમામ સભ્યો જનહિતને ધ્યાનમાં રાખીને ચર્ચામાં ભાગ લે તેવી અપેક્ષા વ્યક્ત કરી.
લોકસભામાં મંગળવારે વિપક્ષના હોબાળા વચ્ચે ગૃહની કાર્યવાહી બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી છે. પ્રશ્નકાળ દરમિયાન સતત વિરોધ પ્રદર્શન થતાં સ્પીકર ઓમ બિરલાએ સભ્યોને શાંતિ જાળવવાની અપીલ કરી હતી. તેમણે સ્પષ્ટ જણાવ્યું કે પ્રશ્નકાળ દરમિયાન ગતિરોધ સર્જવો યોગ્ય નથી અને જનહિતના મુદ્દાઓ પર ચર્ચા માટે ગૃહની કાર્યવાહી સરળતાથી ચાલવી જરૂરી છે. જોકે, વિપક્ષના હોબાળા યથાવત રહેતા અંતે કાર્યવાહી બપોરે 2 વાગ્યા સુધી મુલતવી રાખવામાં આવી.
પીએમ મોદી NDA બેઠકને સંબોધિત કરશે
PM મોદીની અધ્યક્ષતામાં યોજાઈ રહેલી NDA બેઠકમાં હાજરી આપવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પહોંચ્યા છે. તેઓ બેઠકને પણ સંબોધિત કરશે.



