Home Entertainment Pankaj Udhas Fan Limca Book Of World Record Holder Arun Khurana Jalandhar

પંકજ ઉધાસનો જબરો ફેન : 2 વર્ષ સુધી કર્યું એવું કે પાડોશીઓ પણ થયા હેરાન!

પંકજ ઉધાસનો જબરો ફેન
Published by: OBS Bureau
Last Updated: Dec 22, 2024, 07:29 AM IST

પંકજ ઉધાસના ગીતો કોને ન ગમે? એક સમય હતો જ્યારે પંકજની ચારેકોર બોલબાલા હતી. જો કે તેમના ગીતોની લોકપ્રિયતા તો આજે પણ યથાવત છે, પરંતુ નવા ગાયકોની લોકોમાં વધુ ચર્ચા થાય છે. પંકજ ઉધાસ વારંવાર તેમના એક મહાન ફેનનો ઉલ્લેખ કરતા હતા. આજે અમે તમને તેના સૌથી અનોખા ફેન વિશે જણાવવા જઈ રહ્યાં છીએ જેમણે એક રેકોર્ડ હાંસલ કર્યો છે.

પંકજ ઉધાસે પોતે તેમના એક ચાહકની ચોંકાવનારી વાત શેર કરી હતી કે, જલંધરમાં એક દુકાનદાર સવારથી સાંજ સુધી મારું એક જ ગીત વગાડતો હતો. આ સાથે તે દિવસભર તેની દુકાન પર કેટલી વાર ગીત વગાડ્યું તેની નોંધ પણ રાખતો હતો. લગભગ બે વર્ષ સુધી આ ક્રમ ચાલુ રહ્યો.

પંકજ ઉધાસે પણ પોતાના પ્રખર ચાહકને દુઃખી ન કર્યા અને મુંબઈથી જલંધર પહોંચી ગયા. તે માણસની દુકાને જઈને પોતાના હાથથી ટેપ બંધ કર્યું. પંકજ ઉદાસે જણાવ્યું કે તે વ્યક્તિનું નામ અરુણ ખુરાના હતું. જેનો એક વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કરતા પંકજ ઉધાસે લખ્યું હતું કે, આ જ ગીતને 35 હજારથી વધુ વખત સાંભળ્યા બાદ અરુણ ખુરાનાનું નામ લિમ્કા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં શામેલ થયું છે.

કયું હતું એ ગીત?
પંકજ ઉધાસે જણાવ્યું કે તે ગીત હતું ‘ના કજરે કી ધર, ના મોતીયો કે હાર’ જ્યારે પણ પંકજ ઉધાસને કોઈ રસપ્રદ કિસ્સો શેર કરવો હોય ત્યારે તેઓ અરુણ ખુરાનાનો ઉલ્લેખ કરવાનું ભૂલતા નથી. અરુણ ખુરાનાની દિવાનગી જોઈને ઘણાં લોકોએ આશ્ચર્ય વ્યક્ત કર્યું છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now